Western Times News

Gujarati News

આ કારણસર અમદાવાદની શાળાઓમાં સમયમાં ફેરફાર કરાયો

(એજન્સી)અમદાવાદ, ગુજરાતના અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉનાળો શરૂ થઈ ગયો છે. ઉનાળાની શરૂઆતમાં જ અમદાવાદમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે અનેક શહેરોમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. એવામાં અમદાવાદ મનપાના હીટ એક્શન પ્લાનને લઈને શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

જેથી કરીને બાળકોને શાળાએ આવવા-જવાના સમયમાં લૂ લાગવાની સમસ્યા ન થાય, તેમજ વિદ્યાર્થીઓ બીમાર ન પડે.
એએમસીના હીટ એક્શન પ્લાનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે ઉનાળું વેકેશન સુધી શાળાના સમયમાં ફેરફાર કર્યો છે. શિક્ષણ બોર્ડે સવાર પાળીનો સમય ૭ થી ૧૨ અને બપોર પાળીનો સમય ૧૨ થી ૫ સુધીનો કર્યો છે.

નોંધનીય છે કે, ૫ મેથી ઉનાળુ વેકેશન શરૂ થવાનું છે. ત્યારે ઉનાળુ વેકેશન શરૂ ન થાય ત્યાં સુધી તમામ શાળાઓએ સવાર પાળી અને બપોર પાળી માટે આ જ સમયનું પાલન કરવાનું રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ૧૧મી માર્ચ, ૨૦૨૫ના કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરા અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે.

જેમાં કચ્છ, મોરબી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને સુરત જિલ્લામાં હીટવેવની ચેતવણીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.