પોરબંદરના દરિયામાં ઊંચા મોજા સાથે ભારે કરંટ જોવા મળ્યો
પોરબંદર, હવામાન વિભાગની આગાહીની અસર પોરબંદરના દરિયામાં પણ જાેવા મળી છે. પોરબંદર જિલ્લામાં હાલ બે દિવસથી વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. ત્યારે વરસાદી માહોલની સાથે પોરબંદરના દરિયામાં પણ ભારે કરંટ હોય તેવા દ્રશ્યો જાેવા મળી રહ્યા છે.
પોરબંદર ચોપાટી ખાતે દરિયો તોફાની બનતા ઉંચાઉંચા મોજા ઉછળતા જાેવા મળ્યા હતા. હવામાન વિભાગની આગાહીના પગલે દરિયો તોફાની બનતા માછીમારોને પણ દરીયો ન ખેડવા સૂચના આપવામા આવી છે. તો સાથે જ પોરબંદર જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ વચ્ચે જિલ્લામાં બપોર સુધીમાં આજે પણ એક ઇંચથી અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.જેમા પોરબંદરમા ૨૮ મીમી, રાણાવાવમા ૧૬ મીમી અને કુતિયાણામા ૧૭ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહીની અસર પોરબંદરના દરિયામાં પણ જાેવા મળી છે. પોરબંદર જિલ્લામા હાલ બે દિવસથી વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે ત્યારે વરસાદી માહોલની સાથે પોરબંદરના દરિયામાં પણ ભારે કરંટ હોય તેવા દ્રશ્યો જાેવા મળી રહ્યા છે.
પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે SDRF ની ટીમ પણ પોરબંદર પહોંચી છે. આધુનિક સાધનો સાથે ૬૦ જવાનો રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરી દેવાયા છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા પોરબંદર ખાતે જીડ્ઢઇહ્લ ની ટીમને સૂચના આપતા આ ટીમ પોરબંદર ખાતે પહોંચી ગઈ છે.
આ ટીમ ગોંડલથી આવી છે. જિલ્લામાં ભારે વરસાદને કારણે પુરની સ્થિતિ ઉભી થાય તો તવા સંજાેગોમા પહોંચી વળવા, રેસ્ક્યુ કરવા તથા રાહત અને બચાવની કામગીરી માટે આ ટીમ પહોંચી છે. માધવપુરમાં ઇલેક્ટ્રીક ટીસીના થાંભલા પાસેથી પસાર થઇ રહેલા એક આખલાને ઇલેક્ટ્રીક શોટ લાગવાથી કરૂણ મોત નીપજ્યું હતુ, આ બનાવથી ગૌપ્રેમીઓમાં PGVCL ની બેદરકારી સામે રોષ જાેવા મળી રહ્યો હતો.
પોરબંદર જીલ્લાના માધવપુર ગામના મધુવન રોડ ઉપર આવેલ પ્રજાપતિ સમાજની વાડી પાસેના એક જર્જરીત ઇલેક્ટ્રીક ટીસીના વીજ-પોલ આજુબાજુ વરસાદી પાણી ભરાતા આસપાસની જમીનમાં PGVCLના કારણે વીજ-શોટ લાગવાની સમસ્યા ઉભી થઇ હતી. તે દરમ્યાન PGVCLના આ પોલ પાસેથી એક આખલો પસાર થતા તેને જાેરદાર ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો અને સ્થળ પર જ આખલાનું કરૂણ મોત નીપજ્યુ હતું અને આ દુર્ઘટનાથી ગૌ-પ્રેમીઓ તથા સ્થાનિકોએ PGVCLની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.SS1MS