કમોસમી વરસાદ પડતા કેરીના પાકને ભારે નુકસાન
અમરેલી, અમરેલી જિલ્લાની અંદર વરસાદ પડ્યો છે જેને કારણે અનેક વિસ્તારની અંદર વરસાદ પડતા પાક નુકશાની પહોંચી છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ધારી તાલુકાના કેટલાક ગામોની અંદર કરા સાથે વરસાદ પડતા કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
નિરવભાઈ ખેડૂતે જણાવ્યું કે વરસાદ અમરેલી જિલ્લામાં જાણે કે એકબીજાના પર્યાય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા ૨ મહિનાથી ગ્રામીણ વિસ્તારની અંદર કમોસમી વરસાદ પડી રહ્યો છે કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. અગાઉ પડેલા વરસાદના કારણે ઘઉં, ચણા, ડુંગળી અને જીરૂં સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું.
ત્યારે હજુ પણ વરસાદ પડવાને કારણે અનેક વિસ્તારોની અંદર અલગ અલગ પાકો જેવા કે બાજર સહિતના પાકો ઉભા છે જેને વ્યાપક નુકસાની થવાની ભીતિ છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકા સહિતના વિસ્તારોની અંદર અને સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ પડવાને કારણે આ વિસ્તારની અંદર સૌથી વધુ બાગાયતી પાક તરીકે કેરીના પાકનું ઉત્પાદન લેવામાં આવે છે.
જ્યારે આ વર્ષે વરસાદ અને સાથે જ પવનને કારણે આંબાના વૃક્ષ ઉપર આવેલી નાની થી મોટા કદની કેરી આંબા પરથી નીચે પડી જવા અને કારણે નાશ પામે છે તો સાથે જ કેરીની અંદર અલગ અલગ પ્રકારની જીવાતો અને રોગ આવવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ વર્ષે ખેડૂતોને નુકસાની વેચવાનો વારો આવે તેવું લાગી રહ્યું છે કેરીના પાકની અંદર સડો બેસવાને કારણે પાક નુકશાની પહોંચી છે.
કેરીનો પાક નુકસાનીમાં જશે તો આગામી સમયની અંદર કેરીના ભાવ ની અંદર ખૂબ જ વધારો નોંધાશે કારણ કે આ વર્ષે કમોસમી વરસાદ પડવાને કારણે કેરીનો પાક નિષ્ફળ જવાને આરે થઈ રહ્યો છે તો આગામી સમયની અંદર કેરીનો ભાવમાં ખૂબ જ ઉછાળો આવે તેવી સંભાવના છે.SS1MS