ઝઘડિયા GIDCની પેન્ટાફોર્સ કંપનીમાં વીજળી પડવાથી ભીષણ આગ

અનેક માર્ગો ઉપર પવનના કારણે વક્ષો ધરાશયી.
(વિરલ રાણા) ભરૂચ,ઝઘડિયા તાલુકામાં મોડી સાંજે અચાનક વાવાઝોડા સાથે પવન ફુંકાયો હતો.સાથે સાથે વરસાદ પણ તુટી પડ્યો હતો.વરસતા ભારે વરસાદ સાથે આકાશમાં ચમકતા વિજળી ના ચમકારાએ રીતસર પર પંથકમાં એક ભય નું વાતાવરણ ચલાવ્યું હતું.
ભારે પવન સાથે વરસતા વરસાદમાં વિજળી પડવાના કારણે જીઆઇડીસીમાં પ્લોટ નંબર ૮૩૦/૪ માં આવેલી ન્યુ સ્પેશિયાલિટી કેમિકલ બનાવતી એક કંપની પેન્ટાફોસ પ્રાઈવેટ લીમીટેડ નામની કંપનીમાં આગ ફાટી નીકળી હતી.
શરૂઆતમાં નાના પાયે લાગેલી આગને કારણે કંપનીના કામદારો તથા કર્મચારીઓ બહાર ધસી આવ્યા હતા.જેના કારણે જાનહાનિ ટળી હતી.જો કે કંપની ને મોટું નુક્સાન પહોંચ્યું હતું.
ઝઘડિયા જીઆઈડીસી ના પ્લોટ નંબર ૮૩૦/૪ માં પેન્ટાફોસ કંપની સ્પેશિયાલિટી કેમિકલનુ ઉત્પાદન કરે છે.આગ લાગવાની જાણ થતાં જ ઝઘડિયા જીઆઇડીસી ના ફાયર ટેન્ડરો યુધ્ધના ધોરણે ઘટના સ્થળ ઉપર ધસી ગયા હતા.ભારે પવનના કારણે તાલુકાના અનેક માર્ગો ઉપર વૃક્ષો પણ ધરાશયી થયા છે.