વિજાપુર માર્કેટયાર્ડ ખાતે મગફળી અને કપાસની જોરદાર આવક
મહેસાણા, મહેસાણા જિલ્લામાં અનેક લોકો ખેતી સાથે સંકળાયેલા છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં રવિ સીઝનમાં વિવિધ પાકોનું મબલખ વાવેતર કરવામાં આવે છે, જે પૈકી મહેસાણાના વિજાપુર માર્કેટયાર્ડમાં સૌથી વધુ વાવેતર એરંડા તેમજ કપાસનું થતું હોય છે.
ખેડૂતો પોતાના તૈયાર પાકનું વેચાણ જિલ્લામાં આવેલી વિવિધ એપીએમસીમાં કરે છે. ૨ ફેબ્રુઆરીનાં રોજ વિવિધ જણસીઓના ઢગલાં વિજાપુર માર્કેટયાર્ડ ખાતે થયા હતા. વિજાપુર માર્કેટયાર્ડમાં ૨ જાન્યુઆરીના રોજ રાયડો ,બાજરી ,ઘઉં ,જુવાર ,મગ , અડદ અને ગવારની હરાજી કરવામાં આવી હતી.
વિજાપુર માર્કેટયાર્ડમાં કપાસ અને મગફળીની નવી આવક શરૂ થઈ છે. ખેડૂતો સારા ભાવની આશાએ વિજાપુર માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે અને પોતાના તૈયાર પાકનું વેચાણ કરી રહ્યા છે. જો કે, ૨ ફેબ્રુઆરીનાં રોજ મગફળીની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી.૨ ફેબ્રુઆરીના રોજ કુલ મગફળીની ૧૫૫૧ બોરીની આવક થઈ હતી. મગફળીનો પ્રતિમણનો ભાવ ૧૧૨૧થી ૧૩૭૦ રૂપિયા સુધી નોંધાયો હતો.
મગફળીના ભાવમાં ગયા અઠવાડિયાની સરખામણીએ આંશિક ૨૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. વિજાપુર માર્કેટયાર્ડના ચેરમેન રમેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે, માર્કેટ ઉઘડતાની સાથે જ આજે નવા કપાસની હરાજી શરૂ કરાઇ હતી. મગફળી ઉપરાંત, કપાસની પણ સારી આવક નોંધાઈ હતી. વિજાપુર માર્કેટ યાર્ડમાં રોજની કપાસની લગભગ ૩,૦૦૦થી ૪૦૦૦ બોરીની આવક નોંધાતી હોય છે.
૨મી જાન્યુઆરી કપાસની આવક ૯૬૩ બોરી નોંધવામાં આવી હતી. કપાસનો નીચો ભાવ ૧૨૦૦ પ્રતિ મણ તેમજ ઊંચો ભાવ ૧૪૫૨ પ્રતિ મણ નોંધાયો હતો. કપાસના ભાવ હાલ આંશિક વધારો ૩૦ રૂપિયા નો જોવા મળ્યો હતો. આ ઉપરાંત, માર્કેટ યાર્ડમાં એરંડાની ૭૭૪ બોરીની આવક નોંધાઇ હતી .
જેનો પ્રતિ મણનો ભાવ ૧૧૦૧થી લઈને ૧૧૬૭ રૂપિયા સુધી નોંધાયો હતો. એરંડાનાં ઊંચા ભાવમાં ગયા અઠવાડિયા કરતાં આ અઠવાડિયે ઘટાડો નોંધાયો હતો. ગયા મહિનાઓમાં તેનો ભાવ ૧૨૦૦ સુધીના જોવા મળ્યો હતોઅને આ અઠવાડિયે તેના ભાવ ૧૧૫૦ સુધીનાં નોંધાયા છે . આ ઉપરાંત, વિજાપુર માર્કેટ યાર્ડમાં આજે રાયડો, બાજરી, ઘઉં, જુવાર, મગ, અડદ અને ગવારની હરાજી કરવામાં આવી હતી.
બાજરીની આવક ૦૪ મણની આવક નોંધાઈ હતી, જેમાં ભાવ ૪૨૦ રૂપિયા નોંધાઈ હતી. રાયડાનો નીચો ભાવ ૮૫૧ રૂપિયા અને ઊંચો ભાવ ૯૫૨ રૂપિયા નોંધાયો હતો. જ્યારે તેની આવક ૬૪ બોરી નોંધાઈ હતી. જ્યારે ઘઉંનો નીચો ભાવ ૫૦૦ રૂપિયા અને ઊંચો ભાવ ૫૫૦ રૂપિયા નોંધાયો હતો. જ્યારે તેની આવક ૫૨ બોરી નોંધાઈ હતી.SS1MS