બ્રિટનના અનેક ભાગોમાં ભારે વરસાદને પગલે પૂર

લંડન, બ્રિટનના દક્ષિણ ઇંગ્લેન્ડ અને ઇસ્ટ મિડલેંડ્સમાં ખરાબ હવામાનથી ભારે નુકસાન થયું છે. અચાનક થયેલા ભારે વરસાદ, કરા અને વીજળી પડવાને કારણે અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે. આકાશમાંથી વીજળી પડવાની ૪૦૦ ઘટનાઓથી લોકો ભયભીત છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે વરસાદ ૨૦ મિનિટથી લઇને એક કલાક સુધી ચાલુ રહ્યો હતો. હવામાન વિભાગે ભવિષ્યવાણી કરી છે કે વધતા કલાયમેટ ચેન્જને કારણે આવી ઘટનાઓ વધવાની સંભાવના છે. બ્રિટનના હવામાન વિભાગે જણાવ્યું છે કે કેટલાક વિસ્તારોમાં પૂર પણ આવ્યું છે. જ્યારે નેશનલ હાઇવેએ જણાવ્યું છે કે શનિવારના યોર્કશાયરમાં એમ-૧૮ના કેટલાક ભાગ બંધ કરી દેવામાં આવ્યા હતાં.
વાર્વિકની પાસે એમ-૪૦ના કેટલાક ભાગોને પણ બંધ રાખવામાં આવ્યા હતાં. હવામાન વૈજ્ઞાનિક એલી ગ્લેઝિયરે જણાવ્યું હતું કે લંડન અને બકિંઘમશાયરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તોફાન આવ્યો હતો.તેમણે એ પણ જણાવ્યું હતું કે વરસાદનું સ્તર મહત્તમ ૧૦ થી ૧૫ મિલીમીટરની વચ્ચે હતું અને આ વરસાદ ૨૦ મિનિટથી લઇને એક કલાક સુધી ચાલુ રહ્યું હતું.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે શનિવારે લગભગ ૩૦૦ થી ૪૦૦ વીજળી પડવાની ઘટનાઓ જોવા મળી હતી. આ ઘટના એવા સમયે જોવા મળી છે જ્યારે બ્રિટનમાં ૧૯૭૨પછીનો સૌથી ગરમ દિવસ જોવા મળ્યો હતો.SS1MS