ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય: અતિભારે વરસાદની આગાહી

પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધી ૨૩ ટકા વરસાદ નોંધાયો છે.. આ વર્ષે ચોમાસાની શરૂઆત નબળી રહી હતી.. પરંતુ બાદમાં મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં કૃપા વરસાવી.. હાલમાં મેઘરાજા વિરામ પર છે… પરંતુ હવામાન ખાતાનું માનીએ તો હવે રાજ્મયાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની તૈયારી છે. રાજ્યના હવામાન વિભાગે આગામી ૫ દિવસ વરસાદની આગાહી કરાઈ છે.
રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે ક્યાંય ભારે વરસાદ થવાની શક્યતા નથી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
આ ઉપરાંતના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, દાહોદ, પંચમહાલ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, અરવલ્લી, મહીસાગરમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી કરવામાં આવી છે.
૧૦મી જૂલાઇએ કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંતના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. ૧૧મી જૂલાઇએ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧૨મી જૂલાઇને લઈને આગાહી કરાઈ છે કે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે.