Western Times News

Gujarati News

તામિલનાડુમાં ભારે વરસાદની આગાહી, સ્કૂલ-કોલેજ બંધ

ચેન્નાઈ, હિંગ મહાસાગરમાં સર્જાયેલા ચક્રવાતને કારણે તામિલનાડુના ચાર તટીય જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો છે જેના પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરના કારણે થૂથુકુડી જિલ્લાના શ્રીવૈકુંતમમાં અંદાજે ૮૦૦ રેલવે મુસાફરો અટવાયા છે. રાજ્યમાં વણસથી સ્થિતિ વચ્ચે વડાપ્રધાન સાથે મુખ્યમંત્રીએ મુલાકાતનો સમય માંગ્યો છે.

તામિલનાડુના ચાર તટીય જિલ્લા તિરુનેલવેલી, થૂથુકુડી, કન્યાકુમારી અને તેનકાસીમાં વરસાદને પગલે ભારે પૂર આવ્યુ છે. થૂથુકુડીમાં અત્યાર સુધીમાં ૫૨૫ મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. પૂર્ને ધ્યાનમાં રાખીને દક્ષિણ રેલવેએ ૧૫ ટ્રેનો રદ કરી છે જ્યારે અનેક ટ્રેનોના રૂટમાં ફેરફાર કર્યા છે.

પૂરના કારણે અત્યાર સુધીમાં ૭૫૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગે આગામી ૨૪થી ૪૮ કલાક ભારે વરસાદની આગાહી કરી છે જેના પગલે સ્કુલ-કોલેજાે તેમજ બંધ રાખવામાં આવી છે.

પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ કાર્ય માટે દ્ગડ્ઢઇહ્લ અને સ્થાનિક આપત્તિ રાહત દળોના ૨૫૦થી વધુ જવાનોને કન્યાકુમારી, તિરુનેલવેલી, તુતીકોરીન અને તેનકાસી જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.