અમદાવાદમાં મોડી રાત્રે મુશળધાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા
મોડી રાત્રે પડેલાં વરસાદમાં ઘણાં વિસ્તારોમાં ગાડીઓ ફસાઈઃ ગાડીના માલિકો રસ્તા પર જ ગાડીઓ મૂકીને જતા રહ્યા
વરસાદ બંધ થયા બાદ પાણી હજુ ભરાયેલા
સીંધુ ભવન રોડ પર હજુ પણ પાણી ભરાયેલા pic.twitter.com/KeQyZ4p0TL
— Hiren (@hdraval93) July 11, 2022
સાઉથ બોપલ શેલામાં બિલ્ડરોએ મોટી મોટી સ્કીમો મૂકી છે પરંતુ ભારે વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, સાઉથ બોપલની ચિતવન, બસંત બહાર સોસાયટીમાં પાણી ભરાયા હતા.
પ્રહલાદનગર અંડરપાસ, અખબારનગર, પરિમલ અંડરપાસ બંધ કરી દેવાયા છે જે સોમવારે સવારે પણ ભરેલા હતા. જેને કારણે ટ્રાફિક વધી ગયો હતો.
અમદાવાદ શહેરના તમામ નીચાણવાળા વિસ્તારો સહિત મક્તમપુરા વોર્ડના જુહાપુરા, ફતેહવાડી, બરફની ફેક્ટરી સહિત તમામ વિસ્તારમાં ભારે વરસાદના કારણે 4 થી 5 ફૂટ પાણી ભરાઈ જતા યુદ્ધ ના ધોરણે પાણીનું નિકાલ કરવા ત્વરિત સહાયતા પહોંચાડી મદદરૂપ થવા વિનંતી. @lochan_sehra @AmdavadAMC @AMCommissioner pic.twitter.com/3dCjxauVxJ
— Imran Khedawala (@Imran_khedawala) July 10, 2022
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં રવિવારે સાંજે 7 વાગ્યા બાદ આકાશ કાળા ડિભાંગ વાદળોથી છવાઈ ગયું હતું અને ધોધમાર વરસાદ પડવાનો શરૂ થતાં નાગરિકોએ મુશ્કેલીમાં મુકાયા હતા. ખાસ કરીને ઈદની ઉજવણી માટે નિકળેલા લોકો પાણી ભરાવાને કારણે ફસાઈ ગયા હતા.
અમદાવાદને વરસાદે ધમરોળ્યું, એક જ રાતમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો
નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો બ્રિજ પર ગાડી પાર્ક કરવા મજબૂર #ahmedabadrain #Ahmedabad pic.twitter.com/Lc5WxmPCnL
— SANJAY DESAI 🇮🇳 (ᴢᴇᴇ ᴍᴇᴅɪᴀ) (@rabari_26) July 11, 2022
પરિમલ ચાર રસ્તા નજીક હાલમાં જ ખોદકામ કરીને રસ્તો પહોળો કરવાની કામગીરી કરાઈ હતી જે કામ ચાલુ હતું ત્યાં ઈનોવા ગાડી ફસાઈ હતી.
અમદાવાદના પશ્ચિમના વિસ્તારો જેવા કે આમલી બોપલ, થલતેજ, કર્ણાવતી કલબ રોડ, સાઉથ બોપલ, શેલામાં પાણી ભરાયા હતા. ત્યારબાદ રાત્રે વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થતાં આખી રાત વરસાદ વરસ્યો હતો. સવાર સુધી વરસાદ ચાલુ રહેતાં સીંધુભવન રોડ, આમલી બોપલ રોડ, શ્યામલ ચાર રસ્તા તેમજ ઘણાં વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારની ઘણી સોસાયટીમાં પાણી ભરાયા હતા જેને કાઢવા ટેન્કરો અને ફાઈટરોની મદદ લેવી પડી હતી. શ્યામલ ચાર રસ્તા નજીક આવેલી અશ્વમેઘ સોસાયટીમાં પણ પાણી ભરાયા હતા.
પરંતુ વરસાદ અવિરતપણે વરસવાનું ચાલુ રહેતાં જ શહેરનાં હાટકેશ્વર, મણિનગર, ચાંદલોડિયા, મેઘાણીનગર, સરસપુર, બાપુનગર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
અમદાવાદ વરસાદ શ્યામલ ચાર રસ્તા pic.twitter.com/ycD1Ct1LcK
— Uday Ranjan (@UdayRanjan9) July 10, 2022
અને અનેક વિસ્તારોમાં જનજીવન પણ ઠપ્પ થઈ ગયું હતું. પાણી ભરાઈ જવાનાં કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયાં હતાં. કેટલીક સોસાયટીઓમાં પાણી ઘુસી જતાં નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ ઉપરાંત અનેક સ્થળો ઉપર રસ્તાઓ પર ખાડાઓ પડી જતાં વાહનો ફસાયાં હતા. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમદાવાદમાં ચોમાસું બેઠું ત્યારથી અત્યારસુધી જાેઈએ તેવો વરસાદ નહોતો પડ્યો. આજ સવારથી જ શહેરમાં જાેરદાર બફારાનો અનુભવ થઈ રહ્યો હતો. જાેકે, બપોરે બાર વાગતા જ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. શહેરમાં કાળાડિબાંગ વાદળો ઘેરાવાની સાથે વીજળીના કડાકાભડાકા સાથે જાેતજાેતામાં જ ધોધમાર વરસાદ શરુ થયો હતો,
અને બે કલાકમાં જ બે ઈંચથી પણ વધુ પાણી પડી જતાં અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં આજે વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી દિવસોમાં પણ શહેરમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.