અંબાજીના માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા
અમદાવાદ, યાત્રાધામ અંબાજીમાં ધૂઆંધાર વરસાદની શરૂઆત થઈ છે. દિવસભર ભારે ઉકળાટ બાદ ભારે વરસાદ વરસતા અંબાજીના માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા છે, અનરાધાર વરસાદના કારણે અંબાજી પોલીસ સ્ટેશનના આગળનો માર્ગ બેટમાં ફેરવાયો છે અને હાઇવે માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાયો છે.
માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો સાથે સાથે અંબાજીની અમુક દુકાનોમાં ગોઠણસમા પાણી ભરાયા છે. જેને લઇને દુકાનદારોને મુશ્કેલીની સાથે સાથે નુકશાન વેઠવવાનો વારો આવ્યો છે.
આજે બપોરના સમયે યાત્રાધામ અંબાજીમાં તો જાણે આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી હતી. ધોધમાર વરસાદના કારણે યાત્રાધામના રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા હતા. કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓ જે વાસણ હાથ લાગ્યું તે લઈ પાણી ઉલેચતા જોવા મળ્યા હતા.
રાજ્યમાં ચોમાસાની વહેલી અને ધીમી શરૂઆત બાદ હવે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના પગલે અંબાજીના માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા. પોલીસ સ્ટેશનની આગળનો હાઇવે માર્ગ બેટમાં ફેરવાઈ ગયો હતો.
તો ઘણી દુકાનોમાં પાણી ઘૂસી જતાં દુકાનદારો પણ હાલાકીમાં મુકાયા હતા અને માલસામાનને નુકસાન થયું હતું. યાત્રાધામ અંબાજીમાં આજે મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી. અંબાજી અને આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદના લીધે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો પણ જોવા મળી રહ્યો છે.
દુકાનોમાં પાણી ઘૂસી જતાં દુકાનદારો હાલાકીમાં મુકાયા, પાણી ભરાતા વાહન ચાલકો અને લોકોને હાલાકી અંબાજીના માર્ગો સહિતના અન્ય માર્ગો પર નદીની જેમ વરસાદી પાણી વહેતા જોવા મળી રહ્યા છે. તો સાથેસાથે અંબાજીના હાઇવે માર્ગ પર મોટા પ્રમાણમાં પાણીના ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
રાજ્યમાં ચોમાસાની વહેલી અને ધીમી શરૂઆત બાદ હવે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. મધ્ય ગુજરાત પર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય બનતા આજે રાજ્યના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ
અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં 35 થી 45 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. રાજ્યના અનેકો વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
તો સાથે સાથે હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારી વરસાદ આગાહી કરવામાં આવી છે જેને લઇને રાજ્યમાં અનેકો જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસતા ખેડૂતોના ચેહરા ખીલી ઉઠ્યા છે. તો સાથે સાથે લાંબા સમયથી ભારે ગરમીથી લોકોએ રાહત મેળવી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે.