Western Times News

Gujarati News

ગુજરાત, MPમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા

(એજન્સી)નવી દિલ્હી, ભારત મોસમ વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને ગુજરાત સહિત દેશના ઘણા ભાગમાં ભારે વરસાદની શક્યતા છે. મોસમ વિભાગે આ રાજ્યોના કેટલાક ભાગમાં ભારે વરસાદની પણ ચેતવણી આપી છે.

આ સિવાય આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદની આગાહી છે. આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે, તેના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

મોસમ વિભાગે મુંબઈ, થાણે અને સિંધુદર્ગ સહિત મહારાષ્ટ્રના કેટલાક હિસ્સાઓમાં યલો એલર્ટ આપી છે. મુંબઈના કેટલાક હિસ્સાઓમાં સોમવારે રાતે ભારે વરસાદ થયો હતો અને વરસાદ પછી મુંબઈના સાયન વિસ્તારમાં પાણી ભરાયા હતા.

એક રિપોર્ટ મુજબ મોસમ વિભાગે ઉત્તરાખંડના ગઢવાલ અને કુમાઉં ક્ષેત્રોના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની રેડ એલર્ટ આપી છે. ઉત્તરાખંડના જિલ્લાઓમાં છુટીછવાઈ જગ્યાઓ પર વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે.

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં મંગળવારે પડેલા ભારે વરસાદ પછી હાઈવે અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે-ત્રણ દિવસોમાં રાજસ્થાનના ઘણા હિસ્સાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.