ભારે વરસાદને કારણે પોરબંદર જિલ્લાની શાળાઓમાં રજા જાહેરઃ પોરબંદર જતી 8 ટ્રેનો રદ્દ- ટ્રેક ધોવાયો
પોરબંદરમાં ધોધમાર વરસાદના કારણે રેલવે ટ્રક ધોવાયા
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર : પોરબંદર, દ્વારકા, ગીરસોમનાથ, જુનાગઢમાં ભારે વરસાદ બાદ નદીઓમાં પૂર આવ્યું
પોરબંદર, ગુરુવાર બપોર બાદ મેઘરાજા અનરાધાર વરસી પડતા શુક્રવાર સવાર સુધીમાં ૨૪ કલાકમાં પોરબંદરમાં ૧૭ ઇંચ વરસાદ પડી ગયો હતો. રાણાવાવમાં ૧૦ ઇંચ તથા કુતિયાણામાં ૬ ઇંચ વરસાદ નોંધાયો હતો. Heavy rain in Porbandar Gujarat, School closed
16 ઈંચ વરસાદમાં પોરબંદર થયું પાણી પાણી, મુખ્ય રસ્તાઓ જળમગ્ન થતા જનજીવન અસ્ત વ્યસ્ત થયુ હતું.
Trains running from Porbandar have been affected due to water logging caused by heavy rains in the Porbandar-Kanalus section of Bhavnagar division of Western Railway.
Some trains have been rescheduled, short terminated short originated and cancelled.#porbandar #trains… pic.twitter.com/K55FQym6PV— RTV (@RTVnewsnetwork) July 19, 2024
ભારે વરસાદને કારણે પોરબંદરને ૧૯૮૩ના ફલ્ડ સમયની યાદ અપાવી હતી. ફલ્ડ સમયે ૪૧ વર્ષ પહેલા ૨૪ કલાકમાં ૨૪ ઇંચ વરસાદ પડી ગયો હતો. ગઇકાલે મેઘતાંડવ બાદ ૨૪ કલાકમાં ૧૭ ઇંચ વરસાદ વરસી જતા લોકોના જીવ ઉંચા થઇ ગયા હતા.
ઠેરઠેર ગોઠણબુટથી વધારે પાણી ભરાયા હતા. રોડની ફુટપાથો વરસાદના પાણીમાં અદ્રશ્ય બની ગઇ હતી. શહેરમાં વરસાદના પાણી નિકાલનો મુખ્ય માર્ગ ગણાતા ખીજડા પ્લોટમાં જાહેર બગીચો બની જતાં જળબંબાકાર સ્થિતિ સર્જાઇ હતી.
લોકો ભારે વરસાદમાં ઘરની બહાર નીકળી શક્યા ન હોતા. ધોધમાર વરસાદમાં વીજતંત્રની બેદરકારીની પોલ ખૂલી ગઇ હતી. રાત્રીના વીજ પુરવઠો ઠપ્પ થઇ જતાં લોકો અકળાય ઉઠયા હતા.
ગઈકાલે બપોરે 12 થી આજે સવારે 10 વાગ્યા સુધીમાં 18 ઈંચ વરસાદથી તારાજી સર્જાઈ હોય તેવા દ્દશ્યો સામે આવ્યાં છે. પશુઓ તણાયા છે તો વાહનો ડૂબ્યા છે. ઘરો-દુકાનોમાં પાણી ઘૂસ્યા છે.
કેશોદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. તો માણાવદરના 20થી વધુ ગામો તેમજ કેશોદના પણ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. નદી-નાળાં છલોછલ થયા છે. રાજ્યમાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 63 તાલુકામાં વરસાદ નોંધાયો છે.