તમિલનાડુમાં ભારે વરસાદ, પહાડો પર હિમવર્ષા, ગુજરાત સહિત અનેક રાજયોમાં ઠંડી વધશે

નવીદિલ્હી, ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ છે કે હવે આવનારા દિવસોમાં દેશમાં ઘણા રાજ્યોમાં ઝડપથી તાપમાનમાં ઘટાડો જાેવા મળશે અને ઠંડી વધશે. વળી, ૧૯ નવેમ્બર સુધી દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની પણ સંભાવના છે.
અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદના અણસાર છે. માટે અહીં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. ગુજરાતમાં વધશે ઠંડી ગુજરાતમાં વધશે ઠંડી ઉત્તર ભારતમાં સતત હિમવર્ષાના કારણે ગુજરાતમાં પણ ઠંડીની શરુઆત થઈ ગઈ છે. ઘણા શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનુ જાેર વધશે. વળી, આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વાતાવરણ સૂકુ રહેશે અને આગામી દિવસોમાં તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. જેના કારણે રાજ્યોમાં ઠંડી વધશે.
તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૯ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૭ ડિગ્રી, સુરતમાં ૨૪.૧ ડિગ્રી, રાજકોટમાં ૧૮.૦૪ ડિગ્રી, વડોદરામાં ૧૭.૪ ડિગ્રી નોંધવામાં આવ્યુ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૧૭ નવેમ્બરથી બંગાળની ખાડીમાં બનેલા પ્રેશરના કારણે દક્ષિણના રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે તમિલનાડુથી આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી રહ્યુ છે માટે આ રાજ્યોમાં વરસાદની સંભાવના શરુ થઈ છે.
આ સાથે ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફંકાવાની તેમજ વિજળીની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ૨૦-૨૨ નવેમ્બરે અને આંધ્ર પ્રદેશ-રાયલસીમામાં ૨૧-૨૨ નવેમ્બરે ભારે વરસાદની સંભાવના વિભાગે વ્યક્ત કરી છે.
રાજસ્થાનમાં પણ શિયાળો શરુ રાજસ્થાનમાં પણ શિયાળો શરુ આ તરફ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક દરમિયાન હિમાચલ પ્રદેશના મંડી, કાંગડા, શિમલા, કુલ્લુ, ચંબા, સોલન, લદ્દાખ અને ઉપરના વિસ્તારો અને મસૂરી-નૈનીતાલમાં હળવા વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે.
રાજસ્થાનમાં પણ હવે શિયાળો શરૂ થઈ ગયો છે. અહીં અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે. જયપુર, ઉદયપુર, ગંગાનગર, શ્રીકરણપુર અને છત્તરગઢમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
જ્યારે દિલ્લી, પંજાબ, હરિયાણા, યુપી અને એમપીમાં હવામાન સૂકુ રહેશે અને આ રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં સાંજે ધુમ્મસ જાેવા મળી શકે છે. જ્યારે પંજાબ અને હરિયાણામાં આજે હવામાન સૂકુ રહી શકે છે.HS1MS