ભારે વરસાદના કારણે મુંબઇમાં જનજીવન અસ્તવ્યસ્ત

મુંબઇ, મુંબઈમાં એક જ દિવસના ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.સતત વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે મુંબઈના અંધેરીથી લઈને સાંતાક્રુઝ અને હિંદમાતા અને વરલી સુધીના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે અને લોકોને અવરજવરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ટ્રાફિક વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ છે. હવામાન વિભાગએ મુંબઈમાં વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
સમગ્ર શહેરમાં ટ્રેન અને બસ સેવાને માઠી અસર થઈ છે. કુર્લા, ચેમ્બુર, સાયન, દાદર અને અંધેરી સહિત મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ગુરુવારે મુંબઈમાં ૧૦ મીમી વરસાદ નોંધાયો છે. હાલમાં શહેરમાં સતત વરસાદ ચાલુ છે. જેના કારણે ભારે જળબંબાકાર થયુ છે. શહેરમાં ભારે વરસાદને કારણે અંધેરીના કેટલાક ભાગોમાં પાણી ભરાઇ ગયા છે.
શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે વરસાદને કારણે અનેક અકસ્માતો પણ સર્જાયા હતા. ગુરુવારે કાલબાદેવીમાં એક મોટું મકાન ધરાશાયી થવા ઉપરાંત, સિવિલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે બે મકાનોની દીવાલ ધરાશાયી થવાની, ૧૦ વૃક્ષો અને ડાળીઓ પડવાના બનાવો અને ૮ શોર્ટ-સર્કિટના બનાવો નોંધ્યા હતા.
Heavy rains disrupted life in Mumbai
ભારતીય હવામાન વિભાગએ આગામી ૨૪ કલાક માટે શહેર અને પડોશી જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. મુંબઈમાં સોમવાર સુધી ભારે વરસાદની સંભાવના છે. જ્યારે વરસાદના કારણે મુંબઈના તળાવોના સ્તરમાં પણ ૧૦ ટકાનો વધારો થવાની સંભાવના છે.HS1MS