Western Times News

Gujarati News

આસામ, હિમાચલ, ઉત્તરાખંડ અને હવે મહારાષ્ટ્ર… મુંબઈ-પુણેમાં ભારે વરસાદ

નવી દિલ્હી, આસામ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના ઉત્તર ભારતીય રાજ્યોમાં વિનાશ સર્જ્યા બાદ હવે મહારાષ્ટ્રમાં વરસાદે તબાહી મચાવી દીધી છે. રાજ્યના મુંબઈ અને પુણેમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.સતત વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ નદી બની ગયા છે. લોકો અગત્યના કામ માટે પણ ઘરની બહાર નીકળી શકતા નથી. શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

એકંદરે ચોમાસાની શરૂઆતના થોડા જ દિવસોમાં મુંબઈ અને પુણેમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈના કુર્લાથી અંધેરી અને કિંગ સર્કલથી સાંતાક્›ઝ સુધીના ઘણા વિસ્તારો પહેલા ચોમાસામાં ડૂબી ગયા છે.મુંબઈમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

નવી મુંબઈ મહાનગરપાલિકાએ ૯મી જુલાઈએ તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. એનએમએમસી શિક્ષણ વિભાગના આદેશ મુજબ તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે.પૂણેની વાત કરીએ તો સરકારે તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

ભારે વરસાદને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધોરણ ૧૨ સુધીની તમામ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે, શાળાના સ્ટાફને આ સમય દરમિયાન પહોંચવા માટે કહેવામાં આવ્યું છે.પહાડી રાજ્ય ઉત્તરાખંડના પહાડોમાં મુશળધાર વરસાદ સમસ્યા બની રહ્યો છે.

કુમાઉથી પૌડી ગઢવાલ સુધી વરસાદને કારણે નદીઓમાં ઉછાળો આવ્યો છે. હવામાન વિભાગ એ ચમોલી, પૌરી, રુદ્રપ્રયાગની સાથે કુમાઉ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. નૈનીતાલમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ બાદ કૈંચી ધામ પાસે શિપ્રા નદીમાં ઉછાળો આવ્યો છે. વહીવટીતંત્ર સતત પ્રવાસીઓને નદી કિનારે સાવધાનીપૂર્વક જવાની અપીલ કરી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.