Western Times News

Gujarati News

જામનગરમાં ભારે વરસાદ આફતરૂપ બન્યો- જનજીવન પ્રભાવિત થયું

૨૪ કલાકમાં રાજ્યના ૧૮૮ તાલુકામાં વરસાદ વરસ્યો છે

અમદાવાદ,  કચ્છ જિલ્લામાં પણ મેઘમહેર યથાવત છે. ભુજમાં વધુ દોઢ ઇંચ વરસાદ વરસ્યો, અહીં નખત્રાણામાં એક ઇંચ વરસાદ પડ્યો.આજે સવારના ૬ વાગ્યાથી જિલ્લાના ૬ તાલુકામાં વરસાદ નોંધાયા છે.કચ્છના વરસેલા વરસાદના કારણે કારણે ભુજના મોટા બંધ માં ધોધમાર પાણી ની આવક થઇ છે.

જ્યારે જ્યારે ભુજના મોટા બંધમાં પાણી આવે છે ત્યારે ભુજની જનતામાં ઉત્સવ જેવો માહોલ હોય છે. લોકો આ બંધ પર ફરવા ઉમટે છે. જામનગરમાં ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. અહી અનેક વિસ્તારના પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.

રામેશ્વરનગર તેમજ પટેલ વાડી સહિતના વિસ્તારોમાં તો લોકોના ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન થયું છે. વલસાડમાં ચોમાસાની એન્ટ્રી સાથે સારો વરસાદ પડી રહ્યો છે અત્યાર સુધીમાં ૩૦ ઇંચ વરસા વરસી ચૂક્યો છે. તિથલ રોડ, કચેરી રોડ, ટાવર વિસ્તાર, હાલર રોડ અને છીપવાડના આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા.

વરસાદથી બનાસકાંઠામાં પાલનપુર-આબુ રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને ડાયવર્જન આપવું પડ્યું છે.. અમદાવાદથી આબુરોડ તરફ જતા વાહનોને એરોમા સર્કલથી ચંડીસર, ડાંગીયા, વાઘરોલ, ચિત્રાસણી સુધીનું ડાયવર્જન અપાયું છે. ભારે વરસાદના કારણે પાલનપુર હાઇવે પર પાણી ભરાયા છે ધીમીધારે વરસાદ વરસ્યો.

અરલ્લીમાં પણ મેઘમહેર યથાવતા છે. વરસાદના કારણે નદી-નાળામાં પાણીની ભારે આવક થતાં અરલ્લીમાં બાયડમાં ડાભા ગામ પાસે વાત્રક નદીનો ઝાંઝરી ધોધ જીવંત થયો. જિલ્લામાં અત્યાર સુધીનો ૮ ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. આગાહી મુજબ ૧૨ જુલાઈ સુધીમાં ભારે વરસાદનો અનુમાન છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૧૦થી ૧૫ ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે. નવા નીરથી નદીઓ તોફાની બનશે.. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદનો અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૨ દિવસ હજુ પણ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

ગુજરાતમાં ૨૪ કલાકમાં રાજ્યના ૧૮૮ તાલુકામાં વરસાદ વરસ્યો છે. આગામી ત્રણ કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છ, જામનગર, દ્વારકા, જૂનાગઢમાં સામાન્યથી ભારે વરસાદનો અનુમાન છે.

હવામાન વિભાગે ગીર સોમનાથ, અમરેલીમાં પણ વરસાદની આગાહી કરી છે. વરસાદને લઇને જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ૧૧ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.૪૦ કિ.મી પ્રતિ કલાકની પવન સાથે વરસાદની આગી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ઓફ શોર ટ્રફ, સર્ક્‌યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યભરમાં આગામી ૩થી ૪ દિવસ વરસાદ પડવાનો અનુમાન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.