સુત્રાપાડામાં અનારાધાર વરસાદથી બ્રિજ ધોવાયો
ગીર-સોમનાથ, છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગીર-સોમનાથના સુત્રાપાડામાં અનારાધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. આ ઉપરાંત અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. આ દરમિયાન અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે.
બીજી તરફ ખેરા અને વસાવડ ગામ વચ્ચે વાડી વિસ્તારમાં ભારે વરસાદથી એક બ્રિજ ધોવાયો છે. આ બ્રિજ પરથી ખેડૂતો અવરજવર કરતા હતા. ખેરા અને વસાવડ ગામનો જાેડતો બ્રિજ ધોવાઈ ગયાની માહિતી મળી છે. બ્રિજ ધોવાઈ ગયાનો આખો બનાવ ખેડૂતો પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધો છે. આ દ્રશ્યોમાં જાેઈ શકાય છે કે આખો બ્રિજ પાણીના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ રહ્યો છે.Heavy rains washed away the bridge in Sutrapada
ભારે વરસાદને પગલે જામકંડોરણાનો ફોફળ-૧ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે. ફોફળ ડેમમાં ૧૧ ફૂટ નવા નીરની આવક થઈ છે. જેના પગલે ડેમની સપાટ ગઈકાલે ૨૩ ફૂટે પહોંચી હતી. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.
દુધીવદર, ઇશ્વરીયા, તરવડા અને વેગડી ગામના લોકોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે. જામકંડોરણા પંથકમાં સાડા ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડતા દુધીવદર ગામ ખાતે આવેલો ફોફળ-૧ ડેમ હાલ ભરાયો છે.
આ ડેમની કુલ સપાટી ૮૧.૭૫ મીટર છે. ડેમની ગુરુવારની સપાટી ૮૦.૨૯ મીટર હતી. બીજી તરફ ધોરાજીના ભૂખી ગામ ખાતે આવેલો ભાદર-૨ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જેના પગલે ૩૭ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે. ભાદર -૨ ડેમની જળ સપાટી ૫૩.૧ મીટર છે, જ્યારે જળાશયની હાલની સપાટી ૫૧.૧ મીટરે પહોંચી છે.
ડેમમાં ૬,૭૧૭ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી વધતા ધોરાજી તાલુકાના ૪ ગામોને એલર્ટ કરાયા છે. જેમાં ભોળા, ભોળગામડા, છાડવાવદર, સુપેડી ગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉપલેટાના ૧૫ ગામ, કુતિયાણાના ૧૦ ગામ અને પોરબંદરના ૪ ગામને એલર્ટ કરાયા છે.
ગુજરાતમાં અત્યારે કેટલાક વિસ્તારોને બાદ કર્યા બાદ સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં ભારે વારસાદ પડી રહ્યો છે. ઠેરઠેર પાણી ભરાયા છે ત્યારે રાજકોટના જામકંડોરણા પાસેની ફોફળ નદીનો પૂલ ધરાશાયી થયો હતો. પૂલ તૂટતા વાહન વ્યવાહર ખોરવાયો હતો.SS1MS