પાકિસ્તાનના લાહોરમાં ભારે વરસાદે તબાહી મચાવી
નવી દિલ્હી, પાકિસ્તાનમાં આ દિવસોમાં ભારે વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે. લાહોરમાં મુશળધાર વરસાદે છેલ્લા ૪૪ વર્ષનો રેકોર્ડ તોડ્યો, એરપોર્ટ સહિત શહેરના ઘણા વિસ્તારોમાં થોડા કલાકોમાં લગભગ ૩૬૦ મીમી વરસાદ પડ્યો. જેના કારણે અનેક વિસ્તારો પૂરમાં ડૂબી ગયા હતા.
ડોન અનુસાર, પાકિસ્તાનના પંજાબના પ્રાંતીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રવક્તા મઝહર હુસૈને જણાવ્યું કે ચોમાસા દરમિયાન એક દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ આજે તૂટી ગયો છે. પીડીએમએ એ જણાવ્યું હતું કે ૨૯ જુલાઈથી ગુરુવાર સુધી ખૈબર પખ્તુનખ્વાના વિવિધ ભાગોમાં પડેલા ચોમાસાના વરસાદમાં ૨૪ લોકોના મોત થયા હતા અને ૧૭ લોકો ઘાયલ થયા હતા.
એએફપીએ પાકિસ્તાન હવામાન વિભાગને ટાંકીને જણાવ્યું હતું કે શહેરમાં ૩ કલાકમાં લગભગ ૩૬૦ મી.મી. વરસાદ નોંધાયો છે. આ પહેલા જુલાઈ ૧૯૮૦માં ત્રણ કલાકમાં ૩૩૨ મીમી વરસાદ નોંધાયો હતો, એજન્સીના ડેપ્યુટી ડાયરેક્ટર ફારૂક ડારે કહ્યું કે આ વરસાદે અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
પીડીએમએ ૧ થી ૬ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન, દક્ષિણ પંજાબના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. પીડીએમએના પ્રવક્તાએ કહ્યું કે ચોમાસાના વરસાદને કારણે નદીઓ, ડેમ અને નાળાઓમાં પાણીનું સ્તર વધી રહ્યું છે.
તેમણે ૧ થી ૪ ઓગસ્ટ દરમિયાન મંગળામાં જેલમ નદીના જળ સ્તરમાં વધારો થવાને કારણે ગંભીર પૂરની ચેતવણી આપી છે.તમને જણાવી દઈએ કે ૩૦ જુલાઈના રોજ પાકિસ્તાનના ભાગ એવા પંજાબના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે એક બાળક અને ૫ મહિલાઓનું મોત થયું હતું, જ્યારે ૬ લોકો ઘાયલ થયા હતા.
પંજાબના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વરિષ્ઠ મંત્રી મરિયમ ઔરંગઝેબે વિવિધ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી ડ્રેનેજનું નિર્દેશન કર્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વોટર એન્ડ સેનિટેશન એજન્સી, લાહોર ડેવલપમેન્ટ ઓથોરિટી, લાહોર વેસ્ટ મેનેજમેન્ટ ઓથોરિટી અને જિલ્લા વહીવટીતંત્ર ચોમાસાના વરસાદને પહોંચી વળવા માટે સામૂહિક રીતે કામ કરી રહ્યા છે.
મરિયમ ઔરંગઝેબે કહ્યું કે પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝની સૂચના મુજબ પાણીના નિકાલ માટે પંપ અને અન્ય જરૂરી મશીનરીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ઝેરી જંતુના કરડવાથી સુરક્ષા માટે હોસ્પિટલોને દવાઓ અને રસી આપવામાં આવી છે.SS1MS