Western Times News

Gujarati News

૧૫ જૂન વચ્ચે ભારેથી અતિભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છના છ જિલ્લાઓમાં હાઈએલર્ટ, ૧૫૦૦ લોકોનું સ્થળાંતર

રાજકોટ, સાયક્લોન બિપર જાેય પ્રચંડ ગતિએ આગળ વધી રહ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના છ દરિયાકાંઠાના જિલ્લાઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ તોફાન ૧૫ જૂને કચ્છ અને પાકિસ્તાનના કરાચીમાં ત્રાટકશે. જાેકે આ સતત માર્ગ બદલતો રહે છે. તેવામાં આ સમય દરમિયાન ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડશે. એટલું જ નહીં દરિયાકાંઠાના વિસ્તારોને અત્યારે હાઈએલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, જામનગર, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં ૧૩-૧૫ જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. એટલું જ નહીં અહીં ખૂબ જ વધુ ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. આ દરમિયાન ૧૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે સૂસવાટા સાથે પવન ફૂંકાઈ શકે છે. ચક્રવાતને પગલે, દરિયા કિનારે રહેતા લગભગ ૧,૫૦૦ લોકોને સલામતી માટે આશ્રય ગૃહોમાં ખસેડવામાં આવ્યા છે.

વળી દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારોને ૧૫ જૂન સુધી દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેક્ટર અશોક એસ હરમાએ જણાવ્યું હતું કે જિલ્લાની તમામ શાળાઓમાં ૧૫ જૂન સુધી રજા જાહેર કરવામાં આવી છે.

“હવામાન વિભાગે આગાહી કરી છે કે ૧૩ થી ૧૫ જૂન સુધી દેવભૂમી દ્વારકામાં પવનની ઝડપ ૧૨kmph સુધી પહોંચી શકે છે. ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી છે. અમે આ અંગે સાવચેત છીએ.

કચ્છનો માંડવી બીચ અને દેવભૂમિ દ્વારકાનો શિવરાજપુર બીચ જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો છે. જિલ્લા પ્રશાસને ઓખા-બેટ દ્વારકા બોટ સેવા પણ સ્થગિત કરી દીધી છે. જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું કે દરિયાકાંઠાના જિલ્લાઓમાં માર્કેટ યાર્ડમાં કામકાજ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આગામી બે દિવસ સુધી વેપાર થશે નહીં.

કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે ૭૨ ગામડાના લગભગ ૮,૩૦૦ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ગામો કચ્છના ગાંધીધામ, માંડવી, અબડાસા, લખપત તાલુકામાં છે. આ લોકો દરિયાની ૫ કિમીની રેડિયસમાં રહે છે. એક NDRF  ટીમ નલિયામાં નિયુક્ત કરવામાં આવી છે અને SDRFની બે ટીમોને માંડવી અને ગાંધીધામમાં નિયુક્ત કરવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની બે ટીમો તૈનાત કરવામાં આવી છે. આગામી બે દિવસમાં જામનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં વધુ ટીમો તૈનાત કરવામાં આવે તેવી શક્યતા છે.

જ્યારે સોમવારથી શરૂ થનારી શાળા પ્રવેશ પ્રક્રિયા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, મોરબી અને જામનગર જિલ્લામાં સ્થગિત કરી દેવામાં આવી છે, વળી સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં તે બે દિવસ સુધી ઘટાડવામાં આવી છે. ચક્રવાતના પ્રભાવ હેઠળ, દરિયો તોફાની બન્યો હતો અને ગોમતીઘાટ, ચોરવાડ અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ૨૦ ફૂટ ઊંચા મોજા જાેવા મળ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.