Western Times News

Gujarati News

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ ગુજરાતમાં ભુક્કા બોલાવી દે તેવી આગાહી છે. ગુજરાતમાં ઓગસ્ટ કોરોધાકોર રહ્યા બાદ સપ્ટેમ્બરમાં વરસાદે હેલી બોલાવી છે.

છેલ્લા ૨ દિવસથી રાજ્યમાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેને અડીને આવેલા મધ્યપ્રદેશ પર વેલ માર્ક લો પ્રેસર સર્જાયું છે. તે હવે લો પ્રેસર તરીકે ક્રમશઃ દક્ષિણ-પૂર્વ રાજસ્થાન તરફ આગામી બે દિવસ દરમિયાન આગળ વધશે.

તેની અસર તળે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન ખાતાની પાંચ દિવસની આગાહી મુજબ પ્રથમ દિવસે અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરાના અમુક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસાદ વરસી શકે છે. જ્યારે પાટણ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૦૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના ગોધરા અને શહેરામાં સાડા નવ ઇંચ વરસાદ પડ્યો છે. મહીસાગરના વીરપુરમાં નવ ઇંચ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના તલોદ અને અરવલ્લીના બાયડમાં આઠ ઇંચ કરતાં વધારે વરસાદ થતાં ભારે ખાનાખરાબી સર્જાઈ છે.

રાજ્યના છ તાલુકામાં આઠ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૩ તાલુકામાં છ ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે. રાજ્યના ૨૨ તાલુકામાં ચાર ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યના ૪૭ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. આમ વરસાદની સતત હેલી રહી છે.

ગઈકાલે અમદાવાદમાં પણ મૂશળાધાર વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૭૫ તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. રાજ્યના ૧૧૩ તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ થયો છે.

મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વધુ અસર થવાની શક્યતા છે. જામનગર અને દ્વારકા જિલ્લાના અમુક ભાગમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન ખાતાની પાંચ દિવસની આગાહી મુજબ પ્રથમ દિવસે અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરાના અમુક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસાદ વરસી શકે છે.

જ્યારે પાટણ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. બીજા દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર જિલ્લાના અમુક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ખેડા, અમદાવાદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.