Western Times News

Gujarati News

વૈષ્ણોદેવીની યાત્રા માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરાઈ

નવી મુંબઇ, વૈષ્ણોદેવીની પવિત્ર યાત્રા દર વર્ષે લાખો ભક્તોને આકર્ષે છે. જાે કે શ્રદ્ધાળુઓ કુલ ૧૩ કિમીની આ યાત્રા પગપાળા જ પૂર્ણ કરે છે, પરંતુ ઘણા લોકો છે જે આ મુશ્કેલ યાત્રા પગપાળા પૂર્ણ કરી શકતા નથી. હિમાલયના આકર્ષક દ્રશ્યો વચ્ચે ઝડપી અને વધુ આરામદાયક મુસાફરી ઇચ્છતા લોકો માટે, હેલિકોપ્ટર સેવા એ સારો ઓપ્શન છે.

જે લોકો ખાસ કરીને વૃદ્વો પગપાળા મા ના દર્શન નથી કરી શકતા તેવા લોકો માટે હવે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે.
કઇ રીતે બુક કરી શકાશે હેલિકોપ્ટર સેવા અને બુકિંગના નિયમો
બુકિંગ મોડઃ
હેલિકોપ્ટર ટિકિટ બુક કરવાની બે રીત છેઃ
૧. ઓનલાઈન બુકિંગઃ
શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જવુ
હેલિકોપ્ટર સર્વિસ’ ઓપ્શનને સિલેક્ટ કરો અને જાે તમારી પાસે પહેલેથી જ એકાઉન્ટ હોય તો લોગિન અથવા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરીને આગળ વધો.
તમારી ઇચ્છિત મુસાફરીની તારીખ, માર્ગ મુસાફરોની સંખ્યા અને પસંદગીનો સમય પસંદ કરો.
પેસેન્જરની માહિતી આપો અને પેમેન્ટની સુચનાઓનું પાલન કરો. ત્યારપછી તમને તમારી ઈ-ટિકિટ સાથે એક કન્ફર્મેશન ઈમેલ પ્રાપ્ત થશે.
૨. ઑફલાઇન બુકિંગઃ
કટરા ખાતેના હાલના હેલી-ટિકિટ કાઉન્ટર પર ઑફલાઇન ખરીદી માટે મર્યાદિત ટિકિટ ઉપલબ્ધ છે.
આ કાઉન્ટર વહેલા તે પહેલાના ધોરણે ચાલે છે.
તમામ મુસાફરોએ માન્ય આઈડી પ્રૂફ સાથે રાખવા જરૂરી છે.
હેલિકોપ્ટર બુકિંગ માટેનો સમયઃ ઓનલાઈન બુકિંગઃ મુસાફરીની તારીખના ૬૦ દિવસ પહેલા દરરોજ સવારે ૧૦ઃ૦૦ વાગ્યે ખુલે છે.
ઑફલાઇન બુકિંગઃ કાઉન્ટર દરરોજ સવારે ૭ઃ૦૦ વાગ્યે ખુલે છે
હેલિકોપ્ટર સેવાઓઃ વાતાવરણને અનુકુળ દરરોજ સવારે ૭ઃ૦૦ થી સાંજના ૫ઃ૦૦ વાગ્યા સુધીનો હોય છે.
હેલિકોપ્ટર પ્રવાસ માટે કિંમતઃ
કટરાથી સાંજીછત સુધીનું વન-વે ભાડું અથવા તેનાથી વિપરીત વ્યક્તિ દીઠ રૂ. ૨૧૦૦ છે.
કટરાથી સાંજીછટ સુધીની દ્વિ-માર્ગી ટિકિટ ૪૨૦૦ રૂપિયા પ્રતિ વ્યક્તિ છે.
૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ સુવિધા નિઃશુલ્ક છે અને આ બાળકોને પુખ્ત વયના લોકોના ખોળામાં મુસાફરી કરવી પડશે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.