દર્શન પંડ્યા અને જયેશ મોરેની ધૂઆંધાર એક્ટિંગ દર્શાવતી ફિલ્મ- “હેલ્લો”
નીરજ જોશી કે જેમને સસ્પેન્સ ફિલ્મો બનાવવાનો બહોળો એવો અનુભવ છે, તેઓ ફરી એકવાર અલગ વિષય- વસ્તુની ફિલ્મ લઈને આવ્યા છે. જેનું નામ છે- “હેલ્લો”. જે એક સસ્પેન્સ થ્રિલર ગુજરાતી ફિલ્મ છે. આ ફિલ્મની વાર્તા કોલેજ યંગસ્ટર્સ અને પોલીસ ઇન્સ્પેકટરની આસ-પાસ ફરે છે.
3 કોલેજ ટીનેજર્સ યુગ, આહના અને વેદિકા પ્રેન્ક કરવાનું નક્કી કરે છે અને રેન્ડમલી લોકોને ફોન કરીને કહે છે કે, “અમે તમને જાણીયે છીએ અને અમને એ પણ ખબર છે કે તમે શું કર્યું છે.” આવામાં પોલીસ ઈન્સ્પેક્ટર ભારદ્વાજ (દર્શન પંડ્યા)ને કોલ લાગી જાય છે. અને એક યુવાનનું ખૂન થાય છે અને તેમાં આ ત્રણેય મિત્રો સંડોવાઈ જાય છે, જેમાં પોલીસ તાપસ પણ ચાલી રહી છે. આ ખૂન કોનું થાય છે અને શા માટે? તે તો તમને ફિલ્મ નિહાળ્યા પછી જ ખબર પડશે.
સિનિયર એક્ટર જયેશ મોરે અને ડેબ્યુટન્ટ દર્શન પંડ્યા આ ફિલ્મ માટે પલ્સ પોઇન્ટ સાબિત થાય છે. ફિલ્મની સિનેમોટોગ્રાફી, એડિટિંગ, બીજીએમ સર્વશ્રેષ્ઠ છે. મજાકને કારણે ઉભી થતી મૂશ્કેલીનાં કારણે ફિલ્મમાં સસ્પેન્સ સારું એવું છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હંમેશાથી નવોદિત કલાકારોને આવકારે છે. અને આ ફીલ દ્વારા ઘણા બધા કલાકારો ડેબ્યુ કરી રહ્યાં છે. જેઓંનુંય આવનારું ભવિષ્ય ઉજ્જવળ છે.
ફિલ્મના મુખ્ય પાત્રોમાં જયેશ મોરે, દર્શન પંડ્યા, માઝેલ વ્યાસ, રિષભ જોશી, નીલ ગગદાની, આયુષી ધોળકિયા, પ્રશાંત બારોટ અને નિધિ શેઠ છે. પરિમલ પટેલ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મના ડાયરેક્ટર નીરજ જોશી છે તથા કો- પ્રોડ્યુસર્સ રોમલ પટેલ અને દર્શિલ પટેલ છે.
એક્શન દર્શાવતી આ ફિલ્મમાં એક્શન હનીફ શેખ એ શીખવી છે. પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા આ ફિલ્મનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે. પાર્થ ભરત ઠક્કરે ફિલ્મનો અવ્વલ દરજ્જાનો બેક ગ્રાઉન્ડ સ્કોર આપ્યો છે. ભૂમિ ત્રિવેદીના કંઠમાં એક ગીત પણ છે. ફિલ્મમાં સસ્પેન્સની સાથે ડ્રામા અને ક્રાઇમ પણ જોવા મળે છે.