નેશનલ હેરાલ્ડ કેસમાં CBI દ્વારા દોષી ઠેરવાયેલા નેતાઓના સમર્થનમાં કોંગ્રેસ દેખાવો કરે તે અત્યંત દુઃખદ બાબત છે

“હેરાલ્ડ કે સિકંદર હોંગે જેલ કે અંદર” અને “જનતા પુછે જવાબ દો, ઘોટાલે કા હિસાબ દો” જેવા સૂત્રોચ્ચાર સાથે કર્ણાવતી મહાનગર યુવા મોરચાએ વિરોધ દર્શાવ્યો.
કોંગ્રેસના નેતાઓ સામે નેશનલ હેરાલ્ડ કેસમાં BJP યુવા મોરચાનું વિરોધ પ્રદર્શન
CBIએ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને દોષી જાહેર કર્યા હોવા છતાં કોંગ્રેસ પાર્ટી તેમના સમર્થનમાં દેખાવો કરી રહી છે.
અમદાવાદ, કર્ણાવતી મહાનગર યુવા મોરચા દ્વારા આજે ટાઉનહોલ, આશ્રમ રોડ ખાતે નેશનલ હેરાલ્ડ કેસના આરોપી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન “હેરાલ્ડ કે સિકંદર હોંગે જેલ કે અંદર” અને “જનતા પુછે જવાબ દો, ઘોટાલે કા હિસાબ દો” જેવા સૂત્રોચ્ચાર સાથે પુતળા દહન કરવામાં આવ્યું હતું.
પ્રદર્શનમાં ઉપસ્થિત મહાનગરના અધ્યક્ષ અને એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ શાહે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે “કોંગ્રેસ કા હાથ ભ્રષ્ટાચાર કે સાથ” તેવું સિદ્ધ થઈ રહ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે યુપીએ સરકાર દરમિયાન થયેલા કૌભાંડોથી સમગ્ર દેશની જનતા વાકેફ છે અને સીબીઆઈ દ્વારા રજૂ થયેલ ચાર્જશીટમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને દોષી જાહેર કરવામાં આવ્યા છે.
મહાનગર યુવા મોરચાના પ્રમુખ વિનયભાઈ દેસાઈએ પણ આ અવસરે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે નેશનલ હેરાલ્ડ કેસમાં સીબીઆઈ દ્વારા દોષી ઠેરવાયેલા નેતાઓના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી દેખાવો કરે તે અત્યંત દુઃખદ બાબત છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હંમેશા ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓના સમર્થનમાં રહી છે. આ વિરોધ પ્રદર્શનમાં મહાનગર યુવા મોરચાના અન્ય પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.