નવરાશના સમયમાં સેટ પર શું કરે છે અભિનેત્રી કિર્તિ નાગપુરે !
ઝી ટીવીના પ્યાર કા પહેલા નામ રાધા મોહન, જે આધુનિક વૃંદાવન આધારીત એક રોમાન્ટિક નાટક છે, તે ગતવર્ષે તેની શરૂઆતથી જ દર્શકોમાં ચહિતો બની ગયો છે. એક સાંકળતી વાર્તા, નાટ્યાત્મક વણાંકની સાથોસાથ સંબંધિત પાત્રો જેવા કે, મોહન (શબ્બિર આહ્લુવાલિયા), રાધા (નીહારિકા રોય),
દામીની (સંભાબના મોહન્તિ) દર્શકોને તેમની સીટ પર જકડી રાખ્યા છે. તાજેતરના એપિસોડમાં દર્શકોએ જોયું કે, મોહનએ સ્વિકારે છે કે, તે રાધાને પ્રેમ કરે છે અને બહું જ સુંદરતાથી તે તેનો પ્રેમ સ્વિકારવા તૈયાર છે.
જો કે, દામિનિએ મોહનની મૃત પત્નિ તુલસી (કિર્તિ નાગપુરે)ની મૃત્યુ માટે રાધાની ધરપકડ કરવામાં આવે છે, જેના માટે તે જરા પણ દોષિત નથી, તો તે તેની દુષ્ટ યોજનાને અમલમાં મૂકીને દામિની માટે એક મોટી સમસ્યા ઉભી કરી છે.
તેની શૂટિંગની વ્યસ્તા છતા, કલાકારો તેમની ગમતી પ્રવૃતિ કરવા માટે થોડો સમય તો કાઢી જ લે છે. પ્રસિદ્ધ અભિનેત્રી કિર્તિ નાગપુરે એ એક ઉત્સુક વાંચક અને ચિત્રકાર છે, તો સેટ પર અને ઘરે પણ તે તેની આ ગમતી પ્રવૃતિ માટે થોડો સમય કાઢી લે છે. સેટ પર તેની વ્યસ્તતા વચ્ચે પણ તે બ્રેકના સમયમાં પુસ્તકો વાંચી લે છે
અને તેને તેના મેકઅપ રૂમને એક ચાલી રહેલા પેઇન્ટિંગ પ્રોજેક્ટમાં ફેરવી નાખ્યું છે. તેમના જીવનની આ મહત્વની આઉટડોર અને ઇનડોર પ્રવૃતિ દ્વારા તે પોતાની જાતનું કાયાકલ્પ કરે છે અને કિર્તિ પણ અંગત રસના વિષય માટે સમય કાઢવાના મહત્વને સમજે છે.
કિર્તિ નાગપુરે કહે છે, “ઘણી સમય સુધી પેઇન્ટિંગએ મારા માટે એક છૂપી ખુશી છે. શૂટિંગની વ્યસ્તતાની વચ્ચે પણ મારા મેકઅપ રૂમને એક કેનવાસમાં બદલાવવા માટે થોડો સમય ચોરી લઉં છું. કામની દોડધામમાંથી સમય કાઢવા હું થોડી શાંતિ અને તાજગી મેળવી લઉં છું. પેઇન્ટીંગએ ખરેખર એક થેરપીનું કામ કરે છે અને તે મારી અંદરની શાંતિ શોધવામાં મદદરૂપ થાય છે.”
કામના સ્થળે સમય માણવાનો આ ખૂબ જ સારો રસ્તો છે, બરોબરને?
કિર્તિએ તેની આહ્લાદક પેઇન્ટિંગમાં વ્યસ્ત છે, ત્યારે હવે દર્શકો માટે એ જોવું રસપ્રદ રહેશે કે, શું મોહનએ રાધાને બચાવશે કે, તે દામિનીની ખોટી વાતને પણ માની જશે. શું દામિની રાધા અને મોહનને અલગ કરવામાં સફળ થશે?