Western Times News

Gujarati News

SEBIએ આ યુ-ટ્યુબરને રૂ. 12 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો, કારણ જાણો?

યુ-ટ્યુબર રવિન્દ્ર ભારતી પર 1000 ટકા સુધી રિટર્ન આપવાના દાવા કરવાનો આરોપ છે. સેબીએ રવિન્દ્ર ભારતી તેની પત્ની શુભાંગી અને કંપની રવિન્દ્ર ભારતી એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ (RBEIPL) પર પણ કાર્યવાહી કરી છે.

નવી દિલ્હી,  SEBI શેરબજારને લગતી ભ્રામક સલાહ આપનારાઓ સામે કડક પગલાં લે છે.  જેમાં પ્રખ્યાત ફાયનાન્સીયલ ઈન્ફ્લુએન્ઝર રવિન્દ્ર બાલુ ભારતી પર પ્રતિબંધ મૂક્યો છે. તેને 12 કરોડ રૂપિયા ચૂકવવા પણ સૂચના આપવામાં આવી છે.

રવિન્દ્ર ભારતી પર 1000 ટકા સુધી રિટર્ન આપવાના દાવા કરવાનો આરોપ છે. સેબીએ રવિન્દ્ર ભારતી તેની પત્ની શુભાંગી અને કંપની રવિન્દ્ર ભારતી એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ (RBEIPL) પર પણ કાર્યવાહી કરી છે.

સેબીએ રવિન્દ્ર ભારતીને આદેશ આપ્યો છે કે તેઓ અને તેમની પત્ની સિક્યોરિટી માર્કેટમાં કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં. તેઓએ આ 12 કરોડ રૂપિયા એક એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવવાના રહેશે. સેબીએ કહ્યું છે કે તેણે આ પૈસા ખોટી રીતે કમાયા છે.

રવિન્દ્ર ભારતી પ્રખ્યાત ફાઇનાન્સર છે. તેના 20 લાખથી વધુ ફોલોઅર્સ છે. રવીન્દ્ર ભારતી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના તેમણે તેમની પત્ની શુભાંગી સાથે 2016માં કરી હતી. તેમની કંપની શેરબજારના વેપારને લગતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરતી હતી.

આ સિવાય તે ભારતી શેર માર્કેટ નામની વેબસાઈટ પણ ચલાવે છે. આ સિવાય તે ભારતી શેર માર્કેટ મરાઠી અને ભારતી શેર માર્કેટ હિન્દી નામની બે યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. તેના અંદાજે 18.22 લાખ સબસ્ક્રાઇબર્સ છે. આ પણ કાર્યવાહીના દાયરામાં આવ્યા છે. સેબીના જણાવ્યા અનુસાર આ સંસ્થા ખોટી સલાહ આપી રહી છે.

ઉપરાંત, જેઓ તેને ચલાવે છે તેઓ વેપાર કરવા માટે સત્તાવાર વ્યક્તિઓ નથી. સેબીએ કહ્યું કે, રોકાણકારોને સુરક્ષિત રાખવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત શેરબજાર અંગે ખોટા દાવા કરનારાઓ પર પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રવિન્દ્ર ભારતી અને તેમની સાથે સંકળાયેલા લોકો અને કંપનીઓ રોકાણકારોને 1000 ટકા સુધી ગેરંટીવાળા વળતર આપવાના ખોટા દાવા કરી રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.