હેરિટેજ વોકમાં આવરી લેવાયેલ ટાવર ઉપરના દાદરની સ્ટીલની ગ્રીલ ગુમ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચના ટાવર રોડ ઉપરના નદીના ઘાટ તરફ જવાના અને હેરિટેજ વોક તરીકે ૯ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ ભરૂચ લોકસભાનાં સાંસદ મનુસખ વસાવાના હસ્તે લોકાર્પણ કરાયેલ વિસ્તારની સ્ટીલની મોંઘી દોટ ગ્રીલ ગુમ થતા તેની ચોરી થઈ હોવાના કારણે હજુ સુધી ચોરી અંગેની કોઈ ફરિયાદ પહોંચી નથી પરંતુ તંત્ર દ્વારા હેરિટેજને વિકસિત કરવા વાપરવામાં આવેલા સામાનની ચોરી અંગે તંત્ર પણ સતર્ક થાય તે પણ જરૂરી બન્યું છે.
ભરૂચના ટાવર રોડ ઉપર આવેલ અને નદી તરફના ઘાટ ઉપર જવાના વિસ્તારને તંત્ર દ્વારા હેરિટેજ વોકમાં આવરી લેવામાં આવ્યો છે અને આ હેરિટેજ વોકનું ૯ મી ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ ભરૂચ જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી અંતગર્ત ભરૂચ હેરિટેજ અને સંસ્થાઓના સહયોગ થી ફોર્ટ વોલના વિકાસની કામગીરી નું લોકાર્પણ સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરાયું હતું.
હેરિટેજ વોક તરીકે વિકસિત કર્યા બાદ મોંઘી દોટ સ્ટીલની ગ્રીલ લગાવવામાં આવી હતી.પરંતુ હેરિટેજ વોક તરીકે વિકસિત કરાયા બાદ તેની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ નીકળ્યું છે.જેના પગલે હેરીટેજ વોક ઉપર રહેલ સ્ટીલની ગ્રીલ સહિત સર સામાન ગુમ હોવા સાથે ચોરી થઈ હોવાની માહિતી સામે આવી છે.
ત્યારે સ્ટીલની ગ્રીલ ચોરી બાબતે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી પરંતુ તંત્ર હેરીટેજ વોક તરીકે વિકસિત કર્યા બાદ તેની જાળવણી કરવામાં સદંતર નિષ્ફળ નીવડયુ હોવાના આક્ષેપો પણ લોકો દ્વારા થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે હેરિટેજ વોક બન્યા ને વર્ષો થયા છતાં પણ કોઈ જાળવણી હ થતા હાલ અહી અસામાજિક તત્ત્વોનો અડ્ડો બન્યો હોય તેમ લાગી રહ્યું છે.ત્યારે પોલીસ દ્વારા પણ અહી સમયાંતરે ચેકીંગ હાથ ધરવામાં આવે તે જરૂરી છે.