Western Times News

Gujarati News

હીરો મોટોકોર્પે તહેવારની સિઝનમાં BS-VI અવતારમાં XTREME 200S લોન્ચ કરી

રોમાંચક અને વ્યાપક પ્રીમિયમ પોર્ટફોલિયો પ્રત્યે કટિબદ્ધતાને પુનઃસ્થાપિત કરતાં મોટરસાઈકલો અને સ્કૂટરોની સૌથી મોટી ઉત્પાદક હીરો મોટોકોર્પે BS-VI અવતારમાં Xtreme 200Sલોન્ચ કરી છે.

હેડ ટર્નર Xtreme 200Sકંપનીના એકંદર પ્રીમિયમ પોર્ટફોલિયોમાં આકર્ષક અને શક્તિશાળી અધ્યાય છે. દેશભરના યુવાનોની આકાંક્ષાઓને પહોંચી વળવા પર કેન્દ્રિત Xtreme 200Sપરફોર્મન્સ, સ્ટાઈલિંગ અનોખી આકર્ષકનું ગતિશીલ સંયોજન પ્રદાન કરે છે.

આધુનિક XSens ટેકનોલોજી સાથે એન્જિન BS-VI પર સવારી કરતાં નવી Xtreme 200S હવે ઓઈલ- કૂલર અને નવા પર્લ ફેડલેસ વ્હાઈટ કલર સાથે આવે છે.

Xtreme 200S કોમ્પ્લિમેન્ટરી રોડ સાઈડ આસિસ્ટન્સ (RSA) સાથે પણ આવે છે, જે એક વર્ષ માટે લાગુ રહેશે. RSA ભારતભરના ગ્રાહકોને 24×7 સહાય પૂરી પાડે છે, જે લાભોમાં ઓન- કોલ સપોર્ટ • રિપેર ઓન સ્પોટ • નજીકના હીરો વર્કશોપ સુધી ટોવ • ઈંધણ ખતમ થઈ જવાના સંજોગોમાં ઈંધણની ડિલિવરી • ફ્લેટ ટાયર સપોર્ટ • બેટરી જમ્પ સ્ટાર્ટ • અકસ્માતી સહાય (માગણી પર) • કી રિટ્રાઈવલ સપોર્ટનો સમાવેશ થાય છે.

આ લોન્ચ વિશે બોલતાં હીરો મોટોકોર્પના સેલ્સ અને આફ્ટરસેલ્સના હેડ નવીન ચૌહાણે જણાવ્યું હતું કે “નવીXtreme 200S પ્રીમિયમ સેગમેન્ટમાં અમારા કેન્દ્રિત અભિગમને દર્શાવે છે. અમારી Xtreme 160R અને XPulse 200 BS-VI જેવી પ્રીમિયમ પ્રોડક્ટોને અદભુત પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. મને વિશ્વાસ છે કે Xtreme 200S તેની સફળતાને નવી ઊંચાઈએ લઈ જશે.”

હીરો મોટોકોર્પના સ્ટ્રેટેજીના હેડ મેલો લી મેસને જણાવ્યું હતું કે “અમારી સર્વ ગ્રાહક શ્રેણીઓને પહોંચી વળવા મજબૂત વ્યૂહરચનાએ બહુ સારું કામ કર્યું છે અને પ્રીમિયમ મોટરસાઈકલ સેગમેન્ટમાં તેને લીધે અમારો બજાર હિસ્સો વધી ગયો છે. અમને વિશ્વાસ છે કે BS-VI Xtreme 200S તેની મજબૂત કામગીરી ચાલુ રાખશે અને સેગમેન્ટમાં અમારી હાજરીને વધુ મજબૂત બનાવશે.”

Xtreme 200SXSens ટેકનોલોજી સાથે 200cc BS-VI પ્રોગ્રામ્ડ ફ્યુઅલ ઈન્જેકશન દ્વારા પાવર્ડ છે. તે 17.8 BHP @ 8500 RPM અને આકર્ષક ટોર્ક 16.4 Nm @ 6500 RPM પ્રદાન કરે છે. મોટરસાઈકલ હવે ઓઈલ કૂલર સાથે આવે છે, જેથી એન્જિન વધુ પડતું ગરમ થતું નથી, ટકાઉપણું વધે છે અને એન્જિનનું આયુષ્ય લંબાય તેની ખાતરી રાખતા સુધારિત એન્જિન હીટ એક્સચેન્જ સાથે સવારીનો અનુભવ વધુ બેજોડ બનાવે છે.

એરોડાયનેમિક ફેરિંગ સાથે પરફેક્ટ રાઈડિંગ એર્ગોનોમિક્સ પ્રદજાન કરતાં નવી Xtreme 200S પરફોર્મન્સ અને સ્ટાઈલનું ઉત્તમ સંયોજન પૂરું પાડે છે. આજની સ્માર્ટ અને કનેક્ટેડ ભાવિ પેઢીને ધ્યાનમાં રાખીને નવી મોટરસાઈકલ તેના સ્પોર્ટી દેખાવ અને વિંડ પ્રોટેકશન રાઈડ્સ સાથે શહેર સાથે હાઈવે પર પણ આરામદાયક બને છે.

કોમ્પેક્ટ એક્ઝોસ્ટમાં સ્લીપ અપીલનો ઉમેરો કરતાં મોટરસાઈકલ ટ્વિન LED હેડલેમ્પ અને LED ટેઈલ લાઈટ, બ્લુટૂથ કનેક્ટિવિટી, ટર્ન- બાય- ટર્ન નેવિગેશન, ઓટો- સેઈલ ટેકનોલોજી, ચિઝલ્ડ રિયર કાઉલ ડિઝાઈન, એન્ટી- સ્લિપ સીટ્સ અને ગિયર ઈન્ડિકેટર, ટ્રિપ મીટર અને સર્વિસ રિમાઈન્ડર સાથે ફુલ ડિજિટલ LCD ક્લસ્ટર સાથે આવે છે.

Xtreme 200S 7 સ્ટેપ એડજસ્ટેબલ મોનો શોક સસ્પેન્શન સાથે આવે છે, જેનાથી સવારી ઉત્તમ રીતે હાથ ધરી શકાય છે. વધારાની સુરક્ષા માટે સિંગલ ચેનલ ABS અને 220 mm રિયર ડિસ્ક સાથે 276 mm ફ્રન્ટ ડિસ્કનો સમાવેશ થાય છે. મોટરસાઈકલની સ્પોર્ટી અપીલમાં ત્રણ આકર્ષક રંગો ઉમેરો કરે છે, જેમાં સ્પોર્ટસ રેડ, પેન્થર બ્લેક અને ન્યૂ પર્લ ફેડલેસ વ્હાઈટનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.