Western Times News

Gujarati News

કંડલા બંદર ઉપરથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં પંજાબમાંથી આયાતકારની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતના કંડલા બંદર ઉપરથી તાજેતરમાં ઝડપાયેલા રૂ. ૧૪૩૯ કરોડના ડ્રગ્સ કેસમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની તપાસ કરતા ઉત્તરાખંડના એક આયાતકારની સંડોવણી સામે આવી હતી. જાે કે, બીજી તરફ પોતાની ધરપકડથી બચવા માટે આયાતકાર ફરાર થઈ ગયો હતો. Heroin Worth Rs 1,439 Crore Seized Near Kandla Port In Gujarat

પરંતુ તપાસ દરમિયાન તેને પંજાબમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત છ્‌જીના અધિકારીઓ સાથે મળીને બાતમી મળ્યા બાદ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડ્ઢઇૈં)ના અધિકારીઓ દ્વારા એક કન્સાઈનમેન્ટની તપાસ કરવામાં આવી હતી.

કંડલા પોર્ટ પર ઉત્તરાખંડની એક પેઢી દ્વારા તેની આયાત કરવામાં આવી હતી. આ માલ ઇરાનના બંદર અબ્બાસ ડોકયાર્ડથી કંડલા બંદરે પહોંચ્યો હતો. કન્સાઇનમેન્ટમાં કુલ ૩૯૪ મેટ્રિક ટન વજન સાથે ૧૭ કન્ટેનર (૧૦,૩૧૮ બેગ)નો સમાવેશ થાય છે. તે જીપ્સમ પાવડર તરીકે આયાત કરવામાં આવ્યો હતો.

ત્યાર સુધીમાં ૨૦૫.૬ કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની ગેરકાયદેસર બજાર કિંમત ૧૪૩૯ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ કન્સાઈનમેન્ટની ઊંડી તપાસ હજુ બંદર પર ચાલી રહી છે. તપાસ દરમિયાન આયાતકાર ઉત્તરાખંડના રજિસ્ટર્ડ સરનામે મળી આવ્યો ન હતો. તેથી, તેને પકડવા માટે દેશભરમાં તેની શોધ ચાલી રહી હતી.

ડીઆરઆઈએ આયાતકારને શોધવા માટે દેશભરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આયાતકાર સતત તેનું લોકેશન બદલતો હતો અને પોતાની ઓળખ છુપાવતો હતો. જાે કે, સતત પ્રયત્નોથી પરિણામ આવ્યું અને જાણવા મળ્યું કે આયાતકાર પંજાબના એક નાના ગામમાં છુપાયેલો છે.

આયાતકારે પ્રતિકાર કર્યો અને ભાગવાનો પ્રયાસ કર્યો, અધિકારીઓ દ્વારા તેને પકડી લેવામાં આવ્યો. અત્યાર સુધીની તપાસના આધારે વિવિધ કલમોની જાેગવાઈઓ હેઠળ ઉક્ત આયાતકારની ધરપકડ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.