હેસ્ટર બાયોસાયન્સિસની ત્રીજા ત્રિમાસિક ગાળામાં કન્સોલિડેટેડ આવકો 35 ટકા રૂ. 74.94 કરોડ થઈ
અમદાવાદ, ભારતની અગ્રણી એનિમલ હેલ્થકેર કંપની હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આવકો રૂ. 74.64 કરોડ રહી હતી. Hester Biosciences Ltd Net Profit up 46% in Q3FY22 to Rs. 12.16 crore.
જે ગત નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાની રૂ. 55.69 કરોડની આવકો કરતાં 35 ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો (એક્સ. ઓસીઆઈ) રૂ. 12.16 કરોડ રહ્યો હતો જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 8.33 કરોડથી 46 ટકા વધુ હતો. એબિટા 18 ટકા વધીને રૂ. 17.79 કરોડ તથા ઈપીએસ 46 ટકા વધીને રૂ. 14.29 રહી હતી.
કન્સોલિડેટેડ પરિણામોમાં નેપાળ તથા ટાન્ઝાનિયાની પેટા કંપનીની આવકોનો પણ સમાવેશ થાય છે. હેસ્ટર નેપાળે નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન રૂ. 2.49 કરોડનો ચોખ્ખા નફા સાથે રૂ. 5.26 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું. હેસ્ટર ઈન્ડિયા, હેસ્ટર નેપાળ અને સંયુક્ત સાહસ એકમ થ્રિશૂલ એક્ઝિમ લિમિટેડમાં હેસ્ટરના હિસ્સાની નફાકારકતામાં વધારાના પગલે નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કન્સોલિડેટેડ નફામાં વધારો થયો હતો. હેસ્ટર આફ્રિકામાં ટાન્ઝાનિયા મેડિસીન્સ એન્ડ મેડિકલ ડિવાઈસીસ ઓથોરિટી (ટીએમડીએ) તરફથી બે મહત્વની રૂમિનન્ટ વેક્સિન લમ્પી સ્કિન ડિસીઝ અને સીબીપીપી માટે માર્કેટ ઓથોરાઈઝેશન પ્રાપ્ત થયું છે. હેસ્ટર નેપાળને બે વધારાની વેક્સિન લાઈવ લેસમેસ અને ઈનએક્ટિવેટેડ કોરિઝા પ્લસ માટે મેન્યુફેક્ચરિંગ લાયસન્સ અને માર્કેટ ઓથોરાઈઝેશન પ્રાપ્ત થયું છે.
આગળ જતા વિવિધ સેગમેન્ટ્સ પર કંપનીનું ધ્યાન નીચે મુજબ હશે:
વેક્સિનઃ 1. ભારત સરકારે ઘેટાં અને બકરાંમાં પીપીઆર રોગ રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો છે. હેસ્ટર ટેન્ડર હેઠળ સપ્લાયર હોવાને કારણે જાન્યુઆરી 2023માં પીપીઆર વેક્સિનનો પ્રથમ જથ્થો સપ્લાય કરવામાં આવ્યો હતો. ટેન્ડર કરાર હેઠળ કુલ ઓર્ડરની કિંમત રૂ. 40.68 કરોડ કરોડ છે જે ભારત સરકાર દ્વારા નક્કી કર્યા મુજબ તબક્કાવાર રીતે માર્ચ 2024 સુધીમાં સંપૂર્ણ રીતે અમલમાં મુકવામાં આવશે.
2. પશુ ઉદ્યોગમાં એલએસડી એક નવા પડકાર તરીકે ઊભર્યો હોવાથી અમે એલએસડી જાગૃતિ કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરીશું તેમજ અમારી ગોટ પોક્સ રસી દ્વારા એલએસડી સામે વાર્ષિક રસીકરણને પ્રોત્સાહન આપીશું.
3. ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થા (આઈવીઆરઆઈ) એ પશુઓમાં એલએસડી અને પોલ્ટ્રીમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા સામે રસી વિકસાવી છે. હેસ્ટરે બંને ટેક્નોલોજીઓ હસ્તગત કરવા માટે કરાર કર્યા છે.
4. પોતાની મુખ્ય પશુચિકિત્સા રસીઓની શ્રેણીમાં વૃદ્ધિને આગળ ધપાવવાના હેતુથી હેસ્ટરે અમુક પરંપરાગત તેમજ નવા યુગની રસીઓના વિકાસ પર કામ કરવા માટે તેની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમ અને લેબ સુવિધાઓને મજબૂત બનાવી છે.
પેટકેર ડિવિઝન, જે વર્ષ દરમિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમાં પ્રગતિ જોવાઈ રહી છે. અત્યાર સુધીમાં 15 સેલ્સ ટેરીટરીઝમાં 10 પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવી છે. કંપની મોસમી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કૃમિનાશક અને એનએસએઆઈડી ની શ્રેણીમાં ચોથા ત્રિમાસિક ગાળામાં વધારાના 3 ઉત્પાદનો લોન્ચ કરવાની યોજના ધરાવે છે.