હેટિકે અમદાવાદમાં એક નવું રિનોવેટેડ અદ્યતન એપ્લિકેશન સેન્ટર શરૂ કર્યુ
હેટિકનું એપ્લિકેશન સેન્ટર તેમના અદ્યતન ફર્નિચર ફિટિંગ્સ રોજિંદા જીવનમાં કઈ રીતે સુલભ બની રહેશે તે ધ્યાને રાખીને તેને સ્પર્શીને અનુભવવાનો મોકો આપશે ~
અમદાવાદ હેટિક, જર્મની ફર્નિચર ફિટિંગ્સની એક અગ્રણી કંપનીએ તાજેતરમાંજ અમદાવાદના આનંદ નગર રોડ ખાતે, સફલ પેગસસમાં નવું અપગ્રેડ કરેલું અદ્યતન એપ્લિકેશન સેન્ટર રજૂ કર્યું છે. આ રજૂઆતમાં હેટિકની મેનેજમેન્ટ ટીમ, રાજ્યના બિઝનેસ પાર્ટનર અને આર્કિટેક્ચર તથા ડિઝાઈન ફ્રેટરનિટીના અગ્રણી સભ્યો હાજર રહ્યા હતા. Hettich unveils newly renovated state-of-the-art Hettich Application Centre in Ahmedabad
લગભગ 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલું આ સેન્ટરએ ગ્રાહકો માટે તેમના સંભવિત ફર્નિચરની ડિઝાઈનને સમજવા માટેનું એક વન-સ્ટોપ સ્થળ બની રહેશે. મુલાકાતીઓ અહીં આવીને તેમના રોજિંદા જીવનમાં સરળ બની રહે તેવા ફર્નિચર ફિટિંગ્સ, ડોર હાર્ડવેર તથા બિલ્ટ-ઇન એપ્લાઇન્સિસને સ્પર્શીને અનુભવી શકશે.
આ સેન્ટરમાં વોર્ડરોબ તથા કેબિનેટ્સ માટે સ્લાઇડિંગ અને ફોલ્ડિંગ ડોરની સિસ્ટમ્સ, ડ્રોઅર સિસ્ટમ્સ, કિચન સ્ટોરેજ એસેસરીઝ, ફર્નિચર લાઇટનિંગ, બિલ્ટ-ઇન એપ્લાઇન્સિસ અને અન્ય ઘણા અત્યાધુનિક વિકલ્પોની રેન્જ દર્શાવે છે, જે ગ્રાહકોને તેમના પ્રોડક્ટ્સ અને એપ્લિકેશન્સનો સમૃદ્ધ અનુભવ કરાવશે.
સેન્ટરએ ફ્રી ડિઝાઈન સર્વિસ પણ ઓફર કરશે, જેમાં એક મૂલ્યવર્ધી વિશેષતા પણ છે, જે ગ્રાહકને બ્રાન્ડની સાથે જોડીને તેમના રહેવાના સ્થળને ડિઝાઈન કરવા સમર્થ બનાવશે. હેટિક દ્વારા પૂરા પાડવામાં આવતા સોલ્યુશન્સ દ્વારા તેમના ઘરના ઇન્ટિરિયર્સને વધુ સારું કરી શકાય તેની જરૂરી માહિતી પૂરી પાડશે.
આ ભવ્ય રિઓપનિંગ વિશે શ્રી આન્દ્રે એકોલ્ટ, મેનેજિંગ ડિરેક્ટર, હેટિક ઇન્ડિયા કહે છે, “હેટિકએ ઉદ્યોગમાં એપ્લિકેશન સેન્ટરને શરૂ કરવામાં પ્રણેતા રહ્યું છે, જેના દ્વારા ગ્રાહકની રહેવાના સ્થળ માટે ફર્નિચરનો અનુભવ કરવાની રીતમાં ક્રાંતિ લાવ્યું છે. અમદાવાદમાં તેમનું નવું રિનોવેટેડ સેન્ટરએ હેટિક ફિટિંગ્સની સાથે અદ્યતન ટ્રેન્ડ્સ અને નવીનતમ ફર્નિચરનું કોન્સેપ્ટ લઇને આવ્યું છે. અમારા નિષ્ણાંત માર્ગદર્શક ગ્રાહકોને તેમની પસંદગીની ઊંડાણપૂર્વકની વિગત દર્શાવીને એક જાદુઈ ઇન્ટિરિયર અનુભવ ઉભું કરશે.”