Western Times News

Gujarati News

HFCLએ PM-WANI માટે ઓપન વાઇફાઇ કોમ્પ્લાયન્ટ એક્સેસ પોઇન્ટ્સ લોંચ કર્યાં

નવી દિલ્હી, અગ્રણી ભારતીય વાઇ-ફાઇ બ્રાન્ડ IOએ તેના ટેલિકોમ ઇન્ફ્રા પ્રોજેક્ટ (TIP) ઓપન વાઇફાઇ કોમ્પ્લાયન્ટ એક્સેસ પોઇન્ટ્સના લોંચન જાહેરાત કરી છે. IO એ એચએફસીએલ લિમિટેડની બ્રાન્ડ છે. TIP એ કંપનીઓ અને સંસ્થાઓનું વૈશ્વિક જૂથ છે

જે વૈશ્વિક કનેક્ટિવિટીને વેગ આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સને વેગ આપે છે. TIP ઓપન વાઇફાઇ પ્લેટફોર્મ મલ્ટીપલ વેન્ડર્સમાં પ્લગ એન્ડ પ્લે ઇન્ટરઓપરેબિલિટી સુનિશ્ચિત કરશે અને તેને કારણે ફીચર્સ ઝડપથી રોલ આઉટ થશે. કિફાયતી ભાવમાં ઓપન સોર્સ પાવર્ડ એક્સેસ પોઇન્ટસ અને વાયરલેસ કન્ટ્રોલર્સ વિક્સાવવા HFCL TIP સાથે નજીકથી કામ કરી રહી છે. વિશ્વભરમાં હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ સર્વિસિસની પહોંચ વધારવા અને વૃધ્ધિ માટે કંપનીનો પ્રયાસ છે.

HFCL PM-WANI ડિપ્લોયમેન્ટ માટે IO આઉટડોર અને ઇનડોર TIP ઓપનવાઇફાઇ કોમ્પ્લાયન્ટ એક્સેસ પોઇન્ટ્સ પૂરા પાડવા અગ્રણી કોર સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ સાથે જોડાણ કરી રહી છે. PM-WANI એ ભારત સરકારનો પબ્લિક વાઇ-ફાઇ પ્રોજેક્ટ છે, જેનો હેતુ દેશમાં લાખો વાઇ-ફાઇ હોટસ્પોટ સ્થાપવાનો અને દરેકને કિફાયતી દરે હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પૂરું પાડવાનો છે.

પોતે બનાવેલા સિક્યોર વાઇ-ફાઇ સોલ્યુશન્સ અને TIP ઓપન વાઇફાઇ ઇન્ટીગ્રેશન પર આધાર રાખીને HFCL દેશભરમાં ઉપયોગ અને લાભ માટે થર્ડ પાર્ટી કેપ્ટિવ પોર્ટલ અને AAA સોલ્યુશન્સ સાથે ઇન્ટીગ્રેટ કરીને મજબૂત અને ઇન્ટરઓપરેબલ વાઇ-ફાઇ નેટવર્ક રચવા માગે છે.

અગ્રણી પ્રોડક્ટ એન્જિનિયરીંગ અને મેન્યુફેક્ચરિંગ કંપની VVDN ટેકનોલોજીસ HFCLના વાઇ-ફાઇ અને અનલાઇસન્સ્ડ બ્રાન્ડ રેડિયો સોલ્યુશન્સના ભારતમાં નિર્માણ માટે પસંદગીની ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગ પાર્ટનર રહી છે.

HFCLના મેનેજિંગ ડિરેક્ટર મહેન્દ્ર નાહટાએ જણાવ્યું હતું કે, “HFCL ભારપૂર્વક માને છે કે TIP ઓપન વાઇફાઇના ઉપયોગ દ્વારા અને ભારત સરકારની ભારત નેટ પહેલની મદદથી ભારતના દરેક ભાગમાં બ્રોડબેન્ડનું વિસ્તરણ થશે.

નહિં જોડાયેલા ભાગોને જોડવાનું અમારું વિઝન અમારા ઇન્ડોર અને આઉટડોર એક્સેસ પોઇન્ટ્સ માટે TIP ઓપન વાઇફાઇ કોમ્પ્લાયન્સને કારણે મજબૂત બન્યું છે. તેનાથી અમે વૈશ્વિક સ્તરે અમારી પહોંચ વધારી શકીશું અને અન્ય TIP કોમ્પ્લાયન્ટ પ્રોવાઇડર પ્રોડક્ટ્સ સાથે ઓપન સોર્સ પાવર્ડ વાઇ-ફાઇ સોલ્યુશન્સ ઇન્ટરઓપરેબલ રીતે ઓફર કરી શકીશું. આને કારણે ઝડપી, કિફાયતી અને પ્લગ એન્ડ પ્લે ડિપ્લોયમેન્ટમાં મદદ મળશે.”

TIPના ચીફ એન્જિનિયર ડેવિડ હુટોને જણાવ્યું હતું કે, સફળ થવા માટે નેટવર્ક ટેકનોલોજીસના સાચા ડિસએગ્રીગેશન માટે શ્રેણીબધ્ધ અભિગમ અને ઇન્ડસ્ટ્રી સપ્લાયર્સ દ્વારા પૂરા પાડવામાં આવતા ફોર્મ ફેક્ટર્સની જરૂર પડે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.