હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશનના પ્રેસિડેન્ટ પદ માટે ૧૮મીએ ચૂંટણી

ત્રણ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવતા જંગ જામશે
(એજન્સી) અમદાવાદ, ગુજરાત હાઈકોેર્ટ એડવોકેટ એસોસીએશનના પ્રેસિડેન્ટના પદ પરથી સીનિયર એડવોકેટ અસીમ પંડ્યાના રાજીનામા બાદ આ પદ માટે ૧૮મી નવેમ્બરના રોજ ચૂૃટણી યોજાવાની છે. જેમાં ત્રણ ઉમેદવારો એ પોતાની દાવેદારી નોંધાવી છે. જેમાં એડવોકેટ પી એ જાડજા, એડવોકેટ મેહુલ શરદભાઈ શાહ અને એડવોકેટ બ્રિજેશ જે. ત્રિવેેદી વચ્ચે જંગ જાેવા મળશે.
શુક્રવારે આ મોટેની અંતિમ યાદી જાહેર કરવામાં આવી હતી અને સ્ક્રુટીની બાદ ઉક્ત ત્રણેય ઉમેદવારા ેના નામાંકનને યોગ્ય ચૂંટણી અધિકારીએ યોગ્ય ઠરાવ્યા હતા. તેથી હવે ૧૮મી નવેમ્બરે હાઈકોર્ટમાં ફરી એકવાર ચૂૃટણીનો માહોલ જાેવા મળશે.
એડવોકેટસ વચ્ચે હાલ ત્રણેય ઉમેદવારોને લઈને ચર્ચાઓ પણ શરૂ થઈ છે. ત્રણ પૈકી એક એડવોકેટ અગાઉ પણ આ જ હોદ્દા માટેેની ચૂંટણી લડીને હાર પામી ચુક્યા છે. જ્યારે કે એક એડવોકેટ એસોસીએશનના હોદ્દા પર લાબા સમયથી છે.
ઉલ્લેખનીય છે કે સીનિયર એડવોકેટ અસીમ પંડ્યા છેલ્લે ચૂંટણી જીતીને પ્રેસિડેન્ટ બન્યા હતા. ત્યારબાદ તાજેતરમાં જ હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને અંગ્રેજી સિવાયની વધારાનો ભાષા તરીકે ઉપયોગમાં લેવા માટેની એક ઝુંબેશ તેમણે શરૂ કરી હતી.
જેના પગલે હાઈકોર્ટ એડવોકેેટસમાં બે ફાંટા પડી ગયા હતા. અને અનેક સીનિયર એડવોકેટસ સહિતના વકીલોએ આ ઝુૃબેશનો વિરોધ કર્યો હતો. સાથેે જ એડવોકેટ પંડ્યાના રાજીનામાની માંગ પણ તીવ્ર બની હતી. જેથી તેમણે પોતાની ઝુંબેશ ચાલુ રાખવા માટે હોદ્દાનો ત્યાગ કર્યો હતો. અને તેથી હવેેે પ્રેસિડેન્ટના પદ માટેેેે ચૂંટણી યોજાઈ રહી છે.