હાઈકોર્ટે પારુલ યુનિવર્સિટીને વિદ્યાર્થીને રૂ. 10 લાખ ચૂકવવા આદેશ આપ્યો, 38 વિદ્યાર્થીઓને ‘ગેરકાયદે’ રીતે પ્રવેશ આપ્યો
પારુલ યુનિવર્સિટીએ ગેરકાયદે એડમિશનો આપ્યાઃ હાઈકોર્ટે રદ કર્યા-એડમિશન લેવાની ડેડલાઈન ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ હોવા છતાં ત્યાર પછી પણ એડમિશન અપાયા હતા.
વડોદરા, વડોદરાની પારૂલ યુનિવર્સિટી વારંવાર જુદા જુદા કારણોથી ચર્ચામાં રહે છે. આ વખતે પોતાની ફાર્મસી કોલેજામાં ગેરકાયદે એડમિશનના કારણે ચર્ચામાં છે. ગુજરાત હાઈકોર્ટે પારુલ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલા ૩૮ ગેરકાયદે એડમિશનને કેન્સલ કરી દીધા છે. Gujarat High Court directs Parul University to pay each student Rs 10 lakh, says it ‘illegally’ admitted 38 ‘ineligible’ students
આ એડમિશન પારુલ યુનિ. સાથે સંલગ્ન ત્રણ ફાર્મસી કોલેજામાં આપવામાં આવ્યા હતા. આના કારણે વિદ્યાર્થીઓના વર્ષ પણ બગડ્યા હોવાથી હાઈકોર્ટે તેમને ૧૨ ટકા વ્યાજ સાથે તેમની ફી પરત કરવા તથા ૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા માટે આદેશ આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ મેયીએ પારુલ યુનિવર્સિટી તથા તેની ત્રણ ફાર્મસી કોલેજાે – પારુલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન (વાઘોડિયા), ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ રિસર્ચ (વડોદરા) અને પારુલ કોલેજ ઓફ ફાર્મસી એન્ડ રિસર્ચ સામે પગલા લેવા માટે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડીયા અને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસને આદેશ આપ્યો છે.
આ કોલેજાઓ સુપ્રીમ કોર્ટના આદેશ અને બીજા નિયમોનો ભંગ કરીને સ્ટુડન્ટને એડમિશન આપ્યા હતા. એડમિશન લેવાની ડેડલાઈન ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ હોવા છતાં ત્યાર પછી પણ એડમિશન અપાયા હતા.
યુનિવર્સિટી અને તેની સાથે સંલગ્ન ત્રણ કોલેજા સામે કયા પગલા લેવામાં આવશે તે અંગે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી, એડમિશન કમિટી અને પીસીઆઈએ રિપોર્ટ આપવાનો રહેશે. હાઈકોર્ટે એવી પણ ચેતવણી આપી હતી કે પારુલ યુનિવર્સિટી અને તેની કોલેજાની માન્યતા રદ થઈ શકે છે.
પારુલ યુનિવર્સિટીએ બે એફિડેવિટમાં ખોટી માહિતી આપી તેના કારણે હાઈકોર્ટે યુનિવર્સિટીના રજિસ્ટ્રારને એક શો કોઝ નોટિસ પણ આપી હતી. કોર્ટ સમક્ષ
ખોટી માહિતી કેમ આપવામાં આવી તેની સ્પષ્ટતા પણ ૧૫ એપ્રિલે આગામી સુનાવણી દરમિયાન કરવાની રહેશે. હાઈકોર્ટે ૧૨ એપ્રિલ સુધીમાં રિપોર્ટ અને એફિડેવિટની માગણી કરી છે. એડમિશન લેવાની છેલ્લી તારીખ વીતી ગયા પછી પણ પારુલ યુનિવર્સિટીએ પ્રવેશ આપ્યો તેના કારણે હાઈકોર્ટ નારાજ હતી.
યુનિવર્સિટીની એડમિશન પ્રક્રિયામાં જ ગરબડ હોવાનું જણાતા હાઈકોર્ટે ચોથી માર્ચે એસીપીસી દ્વારા આ એડમિશનમાં ઈન્કવાયરી કરવાનો આદેશ આપ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે પારુલ યુનિવર્સિટીએ કટઓફ ડેટ પછી ૩૮ વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા હતા. એટલું જ નહીં તેની માહિતી પણ એસીપીસી સમક્ષ અપડેટ કરી ન હતી.