Western Times News

Gujarati News

ગીરનાર પર્વત નજીક ગંદકી મુદ્દે હાઈકોર્ટે જુનાગઢ કલેકટરનો ઉધડો લીધો

અદાલત સમક્ષ સ્માર્ટ બનવાનો પ્રયત્ન કોઈ અધિકારી ન કરેઃ હાઈકોર્ટની ટકોર

(એજન્સી)અમદાવાદ, જુનાગઢના સુપ્રસિધ્ધ ગીરનાર પર્વત પર આવેલા અંબાજી માતાજીના મંદીર અને દત્તાત્રેય ભગવાનના મંદીર અને આસપાસ ગંદકી અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણને લઈ ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરહીતની રીટમાં હાઈકોર્ટે ગીરનાર પર્વત વિસ્તારમાં માત્ર પ્લાસ્ટીક પર પ્રતીબંધ મુકે કોઈ ચોકકસ સ્પષ્ટતા નહી હોવાનો લઈ ગંભીર નારાજગી વ્યકત કરી હતી High Court refuses to accept affidavit of Junagadh Collector on Girnar Parvat issue

અને જુનાગઢ કલેકટરનો ઉધડો લીધો હતો. ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલ અને જસ્ટીસ અનિરૂધ્ધા માયીની ખંડપીઠે જુનાગઢ કલેકટરના સોગંદનામાને જ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો અને એક તબકકે એટલે સુધી ચેતવણી આપી હતી કે, અદાલત સમક્ષ સ્માર્ટ બનાવાનો પ્રયત્ન કરનાર અધિકારીની તો ખેર નથી.

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, અદાલતને ગેરમાર્ગે દોરનારું સોગંદનામું ચલાવી લેવાશે નહી. ગીરનાર પર્વત પર ગંદકી અને કચરાના બિનઆરોગ્યપ્રદ વાતાવરણને લઈ એડવોકેટ અમીત પંચાલ દ્વારા દાખલ કરાયેલી પીઆઈએલમાં હાઈકોર્ટે ગત સુનાવણીએ જુનાગઢ કલેકટર સહીતના સંબંધીત સત્તાવાળાઓને કેન્દ્ર સરકારના ર૦૧ર ના ઈકો સેન્સીટીવી ઝોન અને તેના નિર્દેશોના કડકાઈથી અમલવારી કરવા હુકમ કર્યો હતો

અને કેન્દ્રના ઈકો સેન્સીટીવ ઝોન અને તેના નિર્દેશોના કડકાઈથી અમલવારી કરવા હુકમ કર્યો હતો અને કેન્દ્રના ઈકો સેન્સીટીવ ઝોન અંગેના જાહેરનામા સંદર્ભે અઅને મોનીટરીગ કમીટી દ્વારા છેલ્લા ૧ર વર્ષમાં શું કામગીરી કરી કે શું પગલા લેવાયા તેના ખુલાસા સાથેનો એકશન ટેકન રીપોર્ટ રજુ કરવા જુનાગઢ કલેકટરને વ્યકિતગત સોગંદનામુ રજુ કરવા હુકમ કર્યો હતો.

જેના અનુસંધાનમાં જુનાગઢ જીલ્લા કલેકટરે સોગંદનામુ રજુ કરી બચાવ કર્યો હતો કે, ઈકો સેન્સીટીવ ઝોનના ર૦૧રના જાહેરનામાં સંદર્ભે ર૦૧૬થી મોનીટરીગ કમીટી કાર્યર છે. જેથી ચીફ જસ્ટીસે સીધો સવાલ સરકારપક્ષને કર્યો હતો. ર૦૧રમાં જાહેરનામું બહાર પડયું તો, મોનીટરીગ કમીટી કેમ ર૦૧૬ સુધી બની ના શકી…? ચાર વર્ષ સુધી તમે શું કર્યું… ? જેનો કોઈ સંતોષજનક ખુલાસો સરકારપક્ષ કરી શકી ન હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.