પોલીસ ભરતી માટેનું કેલેન્ડર દર વર્ષે બહાર પાડવા હાઇકોર્ટનું સરકારને સૂચન

અમદાવાદ, રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવાના મુદ્દે ચાલી રહેલાં કેસમાં હાઇકોર્ટની ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્ય સરકારને સૂચન કર્યું છે કે દર વર્ષે પોલીસ ભરતી માટેનું કેલેન્ડર બહાર પાડવામાં આવે. કોર્ટે એવી ટકોર પણ કરી છે કે જો પોલીસ બેડામાં સીધી ભરતી સમયસર નહીં થાય તો પ્રમોશનલ ભરતીમાં પણ યોગ્ય ઉમેદવાર નહીં મળે અને વિલંબ થઇ શકે છે.
હાઇકોર્ટમાં સરકારી વકીલે શુક્રવારે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસ બેડામાં પ્રથમ તબક્કામાં ૧૧,૩૭૩ જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ઁજીં ની ફિઝિકલ ટેસ્ટનું પરિણામ ૧૭ ફેબ્›આરીએ જાહેર કરવામાં આવ્યું હતું. કોન્સ્ટેબલની ભરતીમાં ફિઝિકલ ટેસ્ટનું ૧૨ માર્ચે પરિણામ ઘોષિત થયું છે. જેની લેખિત પરીક્ષા છે, ૧૫ જૂને છે.
IPS ની પરીક્ષામાં ૩૦મી એપ્રિલના રોજ પરિણામ જાહેર થયું હતું. હવે તેની ભરતી સબ્જેક્ટિવ પરીક્ષાના લેવલ ઉપર છે. છેલ્લા વર્ષમાં સપ્ટેમ્બરમાં ૪૮૦૦ જગ્યા પ્રમોશનલ પોસ્ટ ખાલી હતી. જે ગત ડિસેમ્બર મહિનામાં ૩૭૦૦ જગ્યાઓ ખાલી હતી.
જાન્યુઆરી મહિનામાં ૭૦૦ જગ્યાઓ ખાલી હતી. છેલ્લા ત્રણ મહિનામાં ૨૩૭૦ પોલીસ કર્મીઓનું પ્રમોશન થયું છે. જ્યારે ૧૯૨૧ જગ્યાઓ ખાલી છે. જેથી હાઇકોર્ટે કહ્યું હતું કે જો સીધી ભરતી સમયસર થાય નહીં, તો પ્રમોશન માટે પણ યોગ્ય ઉમેદવાર મળી નહીં અને પ્રમોશનની ભરતીમાં પણ મોડું થઇ શકે છે. સરકારી વકીલે કહ્યું હતું કે રાજ્યમાં પાંચ પોલીસ ટ્રેનિંગ સેન્ટર છે અને બે નવા બની રહ્યા છે. તેની ૨૫૦૦ ની કેપેસિટી છે. જેમાં વધુ ૫૦૦ ની ક્ષમતાનો ઉમેરો થશે.
નિર્માણાધિન પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ફોટા કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતાં હાઈકોર્ટે સરકારને પોલીસ બેડામાં સીધી ભરતીનું દર વર્ષે રેગ્યુલર કેલેન્ડર બહાર પાડવા સૂચન કર્યું હતું. હાઇકોર્ટે સરકારને પ્રગતિ અહેવાલ રજૂ કરવા સાથે વધુ સુનવણી વેકેશન બાદ ૨૫મી જુલાઈએ રાખી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ હાઇકોર્ટને જણાવવમાં આવ્યું હતું કે રાજ્યમાં પોલીસ બેડામાં ૨૫,૬૬૦ જેટલી ખાલી જગ્યાઓ ઉપર સીધી કરવામાં આવશે.
જે પૈકી પહેલા તબક્કામાં ૧૧૦૦૦ કરતાં વધુ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. તેમાં અત્યારે શારીરિક કસોટી પૂર્ણ થઈ ચૂકી છે. આ જગાયો માટે ૧૦ લાખ ઉમેદવાર નોંધાયા હતા. ૨૫,૬૬૦ પૈકી બાકીની ખાલી જગ્યાઓ ૧૪,૨૮૩ ઉપર બીજા તબક્કાની ભરતીની જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં બહાર પડાશે.SS1MS