સંસદની સુરક્ષા ક્ષતિ પર ઉચ્ચસ્તરીય તપાસ : બિરલા
નવી દિલ્હી, સંસદની સુરક્ષા ક્ષતિ પર આજે લોકસભા સ્પીકર ઓમ બિરલાનું નિવેદન આવ્યું છે. ઓમ બિરલાએ કહ્યું કે અમે આ ઘટના પર ખૂબ જ કડક કાર્યવાહી કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવી રહી છે.
લોકસભા અધ્યક્ષે એમ પણ કહ્યું કે તેઓ દરેક સાંસદની સુરક્ષાને લઈને ચિંતિત છે અને તેમજ આ ઘટના અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
આજે સંસદની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ સંસદની સુરક્ષામાં ક્ષતિઓને લઈને હોબાળો મચાવ્યો હતો. સાંસદોએ પોસ્ટરો સાથે હંગામો મચાવ્યો, જેના કારણે લોકસભાના અધ્યક્ષે કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યાસુધીસ્થગિતકરીદીધી.
સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આ દુખની વાત છે કે આ મુદ્દે રાજનીતિ થઈ રહી છે. તેમણે કહ્યું કે ગૃહમાં આવવું અને સૂત્રોચ્ચાર કરવો એ ગૃહની ગરિમાની વિરુદ્ધ છે.
સસ્પેન્ડ કરાયેલા સાંસદો સંસદના ગેટના પગથિયાં પર બેસીને વિરોધ કરી રહ્યા છે. ગૃહમાં પ્રવેશ કરતી વખતે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ તેમને મળ્યા હતા. SS2SS