Weather:રાજ્યમાં આ વર્ષે ઉનાળામાં હિટવેવની વધુ સંભાવના
અમદાવાદ, આ વર્ષે રાજ્યમાં કડકડતી ઠંડી પડી હતી ત્યારે હવે રાજ્યના લોકોને આકરી ગરમી સહન કરવા તૈયાર રહેવુ પડશે. હવામાન વિભાગે આ માટે મોટી આગાહી કરી છે. રાજયમાં આગામી દિવસોમાં તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના છે. રાજ્યમાં શિયાળો ધીરે ધીરે વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરુઆત થઈ ગઈ છે. રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના કેટલાક શહેરોમાં સવારે ઠંડીનો ચમકારો જાેવા મળે છે તો બપોરના સમયે સખત ગરમી પડી રહી છે અને ફરી સાંજે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
જાે કે હવામાંના વિભાગની આગાહી પ્રમાણે ઉનાળો શરુઆતના દિવસોમાં આકરો રહે તેવુ અનુમાન છે. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં તાપમાન ૩૫થી ૩૭ ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ઉનાળામાં હિટવેવની સંભાવના વધારે રહેવાનું અનુમાન છે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં મિશ્ર ઋતુ વચ્ચે બપોરના સમયે સખત ગરમી પડી રહી છે. તાપમાન પણ બોપોરે વધારો જાેવા મળી રહ્યો છે.
રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો જાેવા મળી શકે છે. ઉત્તર પૂર્વમાં પવનોની દિશા બદલાતા ગરમીનું જાેર વધશે અને આગામી દિવસોમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી વધારો જાેવા મળી શકે છે. આ વર્ષે રાજ્યમાં કડકડથી ઠંડીથી જનજીવન પર અસર પડી હતી. હવે માર્ચ મહિનાના શરુઆતી દિવસો બાદ આકરો તાપ અને હિટવેવની સંભાવના છે. SS2.PG