“હપ્પુ કી ઉલટન પલટન” અને “ભાભીજી ઘર પર હૈ”માં જોવા મળશે હાઈ- વોલ્ટેજ ડ્રામા
એન્ડટીવી પર દૂસરી માની વાર્તા વિશે યશોદા કહે છે, યશોદા (નેહા જોશી) અનાથાલયમાં છુપાયેલા કૃષ્ણાને શોધી કાઢે છે અને તેને પોતાની સાથે આવવા કહે છે, પરંતુ તે ઈનકાર કરે છે. યશોદા તેની લાગણીઓ જાહેર કરાવે છે
અને તેને ઘરે આવવા માટે સમજાવે છે. જોકે કૃષ્ણા સાથે તે ઘરે પહોંચતાં દાદાજી (સુનિલ દત્તા) યશોદાને કૃષ્ણને ઘરની બહાર કાઢવા પૂછે છે.”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનની વાર્તા વિશે રાજેશ કહે છે, “કમિશનર (કિશોર ભાનુશાલી)ની બહેન રેશમા બેચલર છોકરાઓ સાથે ભાગી જવા માગે છે. આથી હપ્પુ સિંહ (યોગેશ ત્રિપાઠી)ને રેશમાને ભાગી જતી રોકવા માટે હંમેશાં ધ્યાન રાખવાનું કામ સોંપવામાં આવે છે. હપ્પુ રેશમાને પોતાના ઘરે લઈ જાય છે, જયાં કમલેશ (સંજય ચૌધરી)ને મળતાં જ તેના પ્રેમમાં પડી જાય છે અને તેને મનાવવાનું શરૂ કરે છે.”
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની વાર્તા વિશે અનિતા ભાભી કહે છે, “અનિતા (વિદિશા શ્રીવાસ્તવ) ઘરે નથી અને તેથી તેનો લાભ લેવા વિભૂતિ (આસીફ શેખ)નો મિત્ર પ્રેમ (વિશ્વજિત સોની) તેમના બેચલરહૂડના દિવસોની ઉજવણી કરવાની યોજના બનાવે છે.
જોકે તિવારી (રોહિતાશ ગૌર) તે વિશે અનિતાને માહિતી આપે છે અને અનિતા તેમને રંગેહાથ પકડવા ઘરે આવી ચઢે છે. આ સ્થિતિથી બચવા વિભૂતિ કઝિન્સ આવવાના છે એવી વાર્તા ઊપજાવી કાઢે છે.