Western Times News

Gujarati News

ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાયબર ક્રાઈમે હાઈબ્રીડ ગાંજાના ૩૭ પાર્સલ ઝડપ્યા

પ્રતિકાત્મક

અમદાવાદ, શહેરમાં ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયુ છે. અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયુ હોવાનું સામે આવ્યુ છે. સાયબર ક્રાઈમે ડ્રગ્સના ૩૭ પાર્સલ જપ્ત કર્યા છે અને પોસ્ટ દ્વારા મંગાવાયેલો હાઈબ્રીડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વિદેશથી પોસ્ટ દ્વારા મગાવવામાં આવેલો હાઈબ્રીડ ગાંજો પણ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને કૂલ ૩૭ પાર્સલ જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે પોલીસ અને અન્ય કોઈ એજન્સીને શંકા ના જાય તે માટે આ તમામ પાર્સલ અલગ અલગ દેશમાંથી મગાવવામાં આવ્યા હતા અને આ પાર્સલના પેકેટો દેશના અલગ અલગ જિલ્લાઓમાં જવાના હતા.

યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સની બદીને જડમૂળમાંથી ડામવા માટે પોલીસ હવે નાના નાના ડ્રગ્સ સપ્લાયર અને પેડલરોને પણ ઝડપી રહી છે. છેલ્લા કેટલાક સમયથી પોલીસ અને અન્ય એજન્સીઓ સક્રિય બની એક બાદ એક રેડની કાર્યવાહી કરી રહી છે. તેવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સના જથ્થા સાથે અનીશ મોતિવાલા, મોહમંદ આરીફ શેખ અને ફૈસલ કકુવાલા નામના ત્રણ ડ્રગ્સ સપ્લાયર અને પેડલરની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે કુલ ૧૪.૩૩ લાખની કિંમતનું ૧૪૩.૩૩૦ ગ્રામ એમડી ડ્રગ્સ પણ મળી આવ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બે યુવકો એલીસબ્રીજ પોલીસ સ્ટેશન સામે આવેલી એમ.જે લાયબ્રેરી પાસે એમડી ડ્રગ્સની ડિલેવરી આપવા આવી રહ્યા છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે બંને ડ઼્રગ્સ સપ્લાયરને ઝડપીને તેઓની પૂછપરછ કરતા તેમના નામ ફૈસલ કકુવાલા અને અનીશ મોતિવાલા હોવાનું સામે આવ્યું હતુ. પોલીસે બંનેની તપાસ કરતા તેઓની પાસેથી ૪૯.૫૭૦ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

આ બંને આરોપીઓની પૂછપરછમાં અન્ય એક વટવાના આરોપી મોહમંદ આરીફનું નામ સામે આવ્યું હતું. પોલીસે વટવાના મોહંમદ આરીફ શેખ નામના ડ્રગ્સ પેડલરના ઘરે તપાસ કરતા ત્યાંથી ૯૩.૭૬૦ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જે ડ્રગ્સ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી લાવતો હોવાનું સામે આવ્યુ છે. જેથી પોલીસે ત્યાં તપાસ શરુ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.