હાઇકોર્ટના કર્મચારીઓના બાળકો માટે ડ્રોઈંગ વર્કશોપ “સ્ટ્રોક્સ” નું આયોજન
અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના ઉપક્રમે ગાંધી જયંતિની ઉજવણી ના ભાગરૂપે હાઇકોર્ટના ઓફિસર્સ તથા કર્મચારીઓના બાળકો માટે ડ્રોઈંગ વર્કશોપ “સ્ટ્રોક્સ” નું આયોજન કરવામાં આવેલ
જેમાં 6 થી 8 વર્ષ, 9 થી 12 વર્ષ તથા 13 થી 16 વર્ષ એમ ત્રણ શ્રેણી માં બાળકો દ્વારા ગુડ ટચ – બેડ ટચ વિષય ઉપર ચિત્ર દોરવામાં આવેલ. કુલ 225 બાળકો દ્વારા આ વર્કશોપ માં ભાગ લેવામાં આવેલ.
કાર્યક્રમ ની શરૂઆત માં બાળકો ને ગુડ ટચ તથા બેડ ટચ ની સમજ આપતી શોર્ટ ફિલ્મ બતાવવા માં આવેલ. બાળકો તથા વાલીઓ ને ઉદેશી ચીફ જસ્ટિસે બાળકો નું યૌન ઉતપીડન ગંભીર પ્રશ્ન હોવાનો તથા બાળકો ને આ અંગે સમયાંતરે સમજ આપવાની રજૂઆત કરેલ.
ઉલ્લેખનીય છે કે મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ ની પ્રેરણા થી ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ દ્વારા એક વર્ષ સુધી જેન્ડર સેન્સિટિઝેશાન કાર્યક્રમ एहसास न्याय का सब के लिए ના નામ થી ઝુંબેશ સ્વરૂપે ચાલશે, જેની શરૂઆત તા. 5મી ઓક્ટોબર ના રોજ યોજાનાર ભવ્ય પરિસંવાદ થી થશે.