હાઈકોર્ટમાં મોબાઈલ ટોર્ચના પ્રકાશમાં સુનાવણી હાથ ધરાઈ
રાજસ્થાન હાઈકોર્ટમાં ઈલેક્ટ્રીકલ ફોલ્ટથી અંધારપટ
જયપુર,રાજસ્થાન હાઈકોર્ટમાં મંગળવારે બપોરે ઈલેક્ટ્રીકલ ફોલ્ટના કારણે અંધારપટ છવાઈ ગયો હતો. સબ સ્ટેશને હાઈકોર્ટની સપ્લાય સિસ્ટમ સાથે જાેડતો તાર પીગળી જવાથી હાઈકોર્ટ પરિસરમાં લગભગ ૨ કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
વીજળી ગયા બાદ જનરેટર ચાલુ કર્યું હતું પરંતુ તે પણ ૭-૮ મિનિટમાં બંધ થઈ ગયું હતું. આ કારણે ૧૦થી વધુ બેન્ચો બપોરે ૨.૩૦ વાગ્યે સુનાવણી અધવચ્ચે છોડવી પડી હતી.
તે જ સમયે ન્યાયાધીશ અનૂપ કુમાર ઢંડે મોબાઈલ ટોર્ચ અને ઈમરજન્સી લાઈટના પ્રકાશમાં સુનાવણી હાથધરી હતી. ન્યાયાધીશ ઈન્દ્રજીત સિંહે પણ થોડો સમય સુનાવણી કરી અને તેમની બેન્ચમાં મામલા પર તારીખ આપી હતી.
સાથે જ ન્યાયાધીશ ૧૦થી વધુ એકલ પીઠ અને ખંડપીઠ બેન્ચમાં સુનાવણી કરતા હતા. થોડીવાર રાહ જાેયા બાદ મોટાભાગના ન્યાયાધીશોએ સુનાવણી મોકૂફ રાખવી પડી હતી અને ગરમીના કારણે કોર્ટ પરિસરમાંથી બહાર જવું પડ્યું હતું.
વીજ પુરવઠો બંધ હોવા છતાં ન્યાયાધીશ અનૂપ કુમાર ઢંડે લગભગ ૨ કલાક સુધી સુનાવણી હાથધરી હતી. સાથે જ વકીલો પણ મોબાઈલની ટોર્ચના પ્રકાશ સાથે ફાઈલ વાંચીને દલીલો કરતા રહ્યા.
ત્યારબાદ પ્રશાસને ઈમરજન્સી લાઈટોની વ્યવસ્થા કરી હતી. ન્યાયાધીશ ઢંડે તેમની કોઝલિસ્ટ પૂર્ણ થાય ત્યાં સુધી સુનાવણી ચાલુ રાખી હતી.SS2KP