ધ્વજવંદન કાર્યક્રમ બાદ બંધારણીય મૂલ્યો અભિવ્યક્ત કરતો પ્રજાજોગ સંદેશો આપતા જસ્ટીસ બિરેનભાઈ વૈષ્ણવ !!
ગુજરાત હાઈકોર્ટ ખાતે વરિષ્ઠ ન્યાયમૂર્તિ બિરેનભાઈ વૈષ્ણવના નેતૃત્વ હેઠળ યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમ બાદ બંધારણીય મૂલ્યો અને સમાનતાના આદર્શને પ્રતિબધ્ધતા અભિવ્યક્ત કરતો પ્રજાજોગ સંદેશો આપતા જસ્ટીસ બિરેનભાઈ વૈષ્ણવ !!
તસ્વીર ગુજરાત હાઈકોર્ટના પટાંગણમાં વરિષ્ઠ ન્યાયાધીશ શ્રી બિરેનભાઈ વૈષ્ણવના નેતૃત્વ હેઠળ યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમની છે ! જેમાં મોટી સંખ્યામાં ગુજરાત હાઈકોર્ટ વર્તમાન અને પૂર્વ હાઈકોર્ટ જસ્ટીસશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં ! તસ્વીરમાં ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી બિરેનભાઈ વૈષ્ણવે ગુજરાત હાઈકોર્ટના ૭૬માં સ્વાતંત્ર્ય દિને ધ્વજવંદન ફરકાવી સલામી અર્પીને કાર્યક્રમની શરૂઆત કરી હતી !
તથા મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી તેમના મૂલ્યોનું અભિવાદન કરી પ્રજાજોગ સંદેશો આપતા જણાવ્યું હતું કે, આ દેશમાં ૨૬ મી જાન્યુઆરીના રોજ દેશના બંધારણનો અમલ કરાયો હતો ! તે દિવસે આપણે આઝાદી પર્વની ઉજવણી કરીએ છીએ ! સર્વને સમાન ન્યાય અને દેશની અખંડીતતા અને બંધુત્વની ભાવના ઉજાગર કરવા ન્યાયતંત્ર વચનબધ્ધ છે
એવો મજબુત સંદેશો આઝાદીના પર્વ નિમિત્તે ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિશ્રી આપતા દ્રશ્યમાન થાય છે ! બીજી તસ્વીર ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી બિરેનભાઈ વૈષ્ણવ રાષ્ટ્રધ્વજને સલામી અર્પિત કરી હતી તે સમયની છે ! તે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે !
તો ત્રીજી તસ્વીરમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ શ્રીમતી વૈભવીબેન નાણાંવટી મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવતા દ્રશ્યમાન થાય છે ! આ કાર્યક્રમમાં અન્ય ન્યાયાધીશો તેમજ ગુજરાત સરકારના એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી પણ જોડાયાં હતાં !! ( તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
અમેરિકાના બીજા પ્રમુખ જહોન એડમ્સે કહ્યું છે કે, “શક્તિ હંમેશા મહાન આત્મા અને વિશાળ દ્રષ્ટિ સાથે સંકળાયેલી હોય છે, જે નબળા લોકોની સમજ બહાર હોય છે”!! જયારે અમેરિકાના પ્રમુખ રોનાલ્ડ રીગન કહે છે કે, “લોકશાહી એ મુરઝાઈ જાય એવું પુષ્પ નથી, પરંતુ તેને સિંચવું તો પડે જ”!! ભારતનું બંધારણ, ૨૬ મી નવેમ્બર, ૧૯૪૯ના દિને બંધારણ સભાએ અપનાવ્યું હતું અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ થી પુરેપુરૂ દેશના અમલમાં આવ્યું હતું !
અને દેશનું બંધારણ એ સર્વાેપરિ કાયદો છે ! અને દેશની હાઈકોર્ટને અને સુપ્રિમ કોર્ટને સરકારે સંસદમાં રચેલો કાયદો બંધારણીય છે કે, ગેરબંધારણીય એ નકકી કરવાની સત્તા છે ! માટે આજે દેશના લોકોની આઝાદી નેતાઓના હાથમાં નહીં પરંતુ ન્યાયાધીશોના હાથમાં સુરક્ષિત છે !!