Western Times News

Gujarati News

અમદાવાદના આ વિસ્તારમાં ટીબીના સૌથી વધુ કેસ

એક જમાનામાં ક્ષય રોગ (ટીબી) ને મહામારી માનવામાં આવતો હતો તથા ટીબીના દર્દીને અલગ આઈસોલોટેડ કરવામાં આવતા હતાં

૧૬ થી ૩૦ની વય જૂથમાં પ૮૦૦ કરતા વધુ કેસ માત્ર એક જ વર્ષમાં કન્ફર્મ ઃ કેન્દ્ર સરકારે નીક્ષય પોષણ યોજના અંતર્ગત દર્દીઓ માટે ૬ વર્ષમાં રૂ.૩૩ કરોડ ખર્ચ કર્યાં

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, વૈશ્વિક મહામારી કોરોના સામે લડવામાં મહાસત્તાઓ પણ વામણી સાબિત થઈ હતી. વિશ્વના નાગરિકો હજી પણ કોરોનાના નામથી થરથર કાપી રહયા છે. પરંતુ કોરોના કરતા પણ વધુ ઝડપથી ફેલાતો અને તેના કરતા પાંચથી છ ગણો ક્ષય રોગ (ટીબી) છે. જેને અંકુશમાં લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહયા છે જેના કારણે ટીબીના કેસોમાં ખાસ કરીનેઅમદાવાદમાં ઘટાડો થયો છે

પરંતુ નોંધપાત્ર ઘટાડો જોવા મળતો નથી. ચોંકાનારી બાબત એ છે કે શહેરના બહેરામપુરા વિસ્તારમાં ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા છે. શહેરમાં ૧૬ થી ૩૦ વર્ષની વય જૂથમાં પ૮૦૦ કરતા પણ વધારે ટીબીના દર્દી કન્ફર્મ થયા છે.

એક જમાનામાં ક્ષય રોગ (ટીબી) ને મહામારી માનવામાં આવતો હતો તથા ટીબીના દર્દીને અલગ આઈસોલોટેડ કરવામાં આવતા હતાં પરંતુ કેન્દ્ર સરકારની સજાગતા અને દર્દીઓને યોગ્ય સારવાર સહાય આપવાના પરિણામે નાગરિકોના મનમાંથી ટીબીનો ડર ઓછો રહયો છે તેમજ કેસ અને મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. અમદાવાદ શહેરમાં ર૦૧૯માં ટીબીના ર૦૧પ૭ કેસ નોંધાયા હતાં જેની સામે ર૦ર૪માં ૧પ૩૬૦ કેસ નોંધાયા છે.

જે નોંધનીય બાબત છે. તેવી જ રીતે જોવામાં આવે તો ર૦૧૯માં મૃત્યુદર ૬ હતો જયારે ર૦ર૩માં મૃત્યુદર ૪.૧પ રહયો છે. વૈશ્વિક મહામારી કોરોનાનો મૃત્યુદર ૪.૦૮ શરૂઆતના તબક્કે હતો ત્યારબાદ ઘટીને ૦.૧૪ થયો હતો. આમ કોરોના કરતા પણ વધુ ઘાતક અને જીવલેણ ટીબીનો રોગ છે. તે બાબત નિર્વિવાદ છે તેવી જ રીતે તેનો ચેપ પણ ખૂબ ઝડપથી લાગે છે. કોરોનાના દર્દી ત્રણથી ચાર વ્યક્તિને ચેપ લગાવી શકે છે. જેની સામે ટીબીના દર્દી ૧પ વ્યક્તિને ચેપ લગાવી શકે છે. જેના કારણે ક્ષય રોગ નિયંત્રણમાં છે પરંતુ તેની પર સંપૂર્ણ અંકુશ હજી સુધી મળ્યો નથી.

સ્માર્ટ સિટી અમદાવાદમાં ક્ષય રોગના કેસમાં સામાન્ય નિયંત્રણ જોવા મળ્યું છે પરંતુ શ્રમજીવી વસાહતો અને ચાલી કે ઝુંપડપટ્ટી જયાં આવેલા છે તેવા વિસ્તારોમાં ટીબીના કેસની સંખ્યા ઘણી વધારે છે. ર૦ર૪માં જોવામાં આવે તો બહેરામપુરામાં ૧રર૯ અને રખિયાલમાં ૧૦૪૪ કેસ નોંધાયા હતાં.

નોંધનીય બાબત એ છે કે વિવિધ વય જુથ મુજબ પણ બહેરામપુરામાં ૧ થી ૧પ વર્ષમાં સૌથી વધુ ૧ર૪ કેસ, ૧૬ થી ૩૦માં પ૭૭ કેસ, ૩૧ થી ૪પમાં ૩૦૧, અને ૪૬ થી ૬૦ની વય જુથમાં ૧પ૦ કેસ ટીબીના કન્ફર્મ થયા છે. વેજલપુરમાં પણ ૪૬ થી ૬૦ની વય જુથમાં ટીબીના ૧૯ર કેસ નોંધાયા છે. જે બાબત ચિંતાજનક માનવામાં આવે છે. ર૦૧૯ના વર્ષમાં અમરાઈવાડી વિસ્તારમાં ટીબીના ૧૦૬૭, અસારવા-૧૮૬૭, રખિયાલ-૧૧ર૬ કેસ નોંધાયા હતાં. જયારે બહેરામપુરામાં ૯૬૬ કેસ કન્ફર્મ થયા હતાં.

કેન્દ્ર સરકાર દ્વારા ટીબીના દર્દીઓ માટે નીક્ષય પોષણ યોજના ચલાવવામાં આવે છે. ર૦૧૮થી ર૦ર૪ સુધી આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારે ટીબીના દર્દીઓને સારવાર અને પૌષ્ટિક આહાર માટે રૂ.૩૩ કરોડ આપ્યા છે. અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા નિયુક્તિ સીટી ટીબી ઓફિસર ડો. તેજસ શાહના જણાવ્યા મુજબ ભારત સરકાર દ્વારા નીક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબીનાં નોંધાયેલા દર્દીઓને સારવાર ચાલે ત્યાં સુધી તેમના બેંક એકાઉન્ટમાં પ્રતિ માસ રૂ.પ૦૦/- ડીબીટી દ્વારા ચુકવવામાં આવતા હતા

અને નવેમ્બર ર૦ર૪ પછી ટીબીના નોંધાયેલા દર્દીઓને સારવાર ચાલે ત્યાં સુધી તેમના બેંક એકાઉન્ટમાં પ્રતિ માસ રૂ.૧૦૦૦/- ડીબીટી દ્વારા ચુકવવામાં આવે છે.
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન યોજના અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ટીબીના દર્દીઓને પોષણ ક્ષમ આહાર મળી રહે તે માટે પ૮૮૬૮ ફૂડ બાસ્કેટબાજ દીન સુધી ટીબીના દર્દીને આપેલ છે.

અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં બે હેન્ડલ હેડ એક્સરે દ્વારા ફિલ્ડમાં જઈને શંકાસ્પદ દર્દીઓનું નિદાન કરવામાં આવે છે. જેમાં કુલ ૪૩૯ કેમ્પમાં ૧૩૦ દર્દીઓનું નિદાન કરેલ છે.વર્ષ ર૦રપમાં ટીબીને નાબુદ કરવા માટે ટીબીનો ફેલાવો અટકાવો ખૂબ જ જરૂરી છે જે અંતર્ગત વર્ષ ર૦ર૪માં ટીબીના દર્દીના ઘરના ૧૧૦પ૭ સભ્યોને ટીબી પ્રિવેન્ટીવ થેરાપી આપેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.