Western Times News

Gujarati News

અમદાવાદમાં પ્રદુષણની વધી રહેલ માત્રાઃ સૌથી વધુ ઝેરી હવા બોપલ તથા પીરાણામાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ઉત્તર-પૂર્વમાં પવન ફૂંકાતા ઠંડીમાં પણ વધારો જાવા મળી રહ્યો છે. સવારથી જ સુસવાટા પવન સાથે ઠડીનું જાર વધવા પામ્યુ છે. ત્યારે શહેરમાં પ્રદુષિત હવા ફેલાતા પ્રદુષણ વધતા હવામાં પવન સાથે ઝેરી હવા પણ વાતાવરણમાં ફેલાઈ રહી છે. પ્રદુષિત હવા સાથે સાથે શહેરમાં ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વિઝીબિલીટી પણ ઘટી રહી છે. દિવસે પણ વાહનચાલકોને તેમના વાહનોની લાઈટ ચલાવવાની ફરજ પડે રહી છે. ધુમ્મસને કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં અને રાહદારીઓને પણ મુશ્કેલી પડી રહી છે. ધીમી ગતિથી વાહનચાલકો હોર્ન વગાડતા વગાડતા મજબુરીથી વાહન ચલાવી રહ્યા છે.


ઠંડી હવાની સાથે શહેરમાં પ્રદુષણની માત્રામાં પણ વધારો થયો છે. હવામાં ફેલાતી ઝેરી હવા વ્યક્તિના  આરોગ્ય માટે આરોગ્યને હાનિકારક હોવાનું તજજ્ઞો જણાવી રહ્યા છે. બોપલ તથા પીરાણાની હવા સૌથી ઝેરી હોવાનું જાણવા મળે છે. જેને કારણે લોકોને શ્વાસ લેવાની મુશ્કેલી પડી રહી છે. તથા હૃદયરોગ, શ્વાસ-દમની બિમારી, સર્ગભા મહિલાઓ તથા બાળકો પર ઝેરી હવાની ગભંરી અસર પડતી હોવાનું જાણવા મળે છે.

સૌથી વધુ ઝેરી હવા એક્યુએાઈ ૩૦૦, બોપલ તથા પીરાણામાં નોંધાઈ છે. શહેરમાં સરેરાશ એક્યુઆઈ ર૪ર તથા એરપોર્ટ વિસ્તારમાં એક્યુઆઈ ર૯૬ પ્રદુષિત માત્ર નોંધાઈ છે. પ્રદુષણને કારણે શહેરભયજનક સ્થિતિમાં હોવાનું જણાય છે.

વાતાવરણમાં પલ્ટો આવવાને કારણે હવામાન ખાતા તરફથી આજરોજ વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતમાં અનેક ઠેકાણે ખાસ કરીને ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, કચ્છ તથા સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કરેલી આગાહીને કારણે ખેડૂતો વધુ ચિંતીત બન્યા છે. કમોસમી વરસાદને કારણે તેમના પાકને નુકશાન થવાની ભીતિ સેવી રહ્યા છે.

અંબાજીમાં વરસાદપડવાની શરૂઆતથી આજુબાજુના વિસ્તારના ખડૂતો તેમનો ઉગાડેલો પાક નિષ્ફળ જશે એવો ડર તેમને સતાવી રહ્યો છે. ખરીફ પાક બાદ હવે રવિ પાક પણ નીષ્ફળ જશે તેમ ખેડૂતો માની રહ્યા છે. કચ્છના ખેડૂતોને માવઠાનો માર, કચ્છના જખૌ બંદર તથા આશીરાબાદમાં સામાન્ય વરસાદ પડતા ખેડૂતો ઘઉં તથા કપાસના પાકને અસર પડે એવી શક્યતા છે.

સમગ્ર ગુજરાતમાં વાદળછાયું, ધુમ્મસ જાવા મળે છે. ધુમ્મસને કારણે વિઝીબિલીટી ઓછી થતાં વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે તકલીફ પડી રહ્યુ છે. નેશનલ હાઈવે ગાઢ ધુમ્મસથી છવાઈ જતાં હાઈવે પર વાહનચાલકો ધીમી ગતિએ વાહનો ચલાવી રહ્યા છે. સતત હોર્નના અવાજ હવામાં પ્રદુષણ ફેલાવી રહ્યુ છે. વાહનચાલકોને વાહનોની લાઈટ ચાલુ રાખવી પડે છે. ધીમી ગતિએ ચાલી રહેલા વાહનોને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.