હોસ્પિટલોને મેડિકલ ગેસ સપ્લાય કરતી અમદાવાદની કંપની હિલ્ટોનનું BSE પર લિસ્ટીંગ થયું
હિલ્ટોન સોફ્ટવેર એન્ડ ગેસીસે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ડેબ્યુ કર્યું-મેડિકલ ગેસમાં નાઈટ્રસ ઓક્સાઈડ – બલ્ક ‘A’ ટાઈપ, ઓક્સિજન/ નાઈટ્રોજન/ Co2/ D.A, હિલિયમ વગેરેનો સમાવેશ છે.
અમદાવાદ: ગુજરાતની હિલ્ટોન સોફ્ટવેર એન્ડ ગેસીસ લિમિટેડ (BSE – 544308 )ના ઈક્વિટી શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયા છે. હિલ્ટોન સોફ્ટવેર એન્ડ ગેસીસ મેડિકલ અને ઈન્ડસ્ટ્રીયલ ગેસ, સોફ્ટવેર સોલ્યુશન્સ અને સસ્ટેનેબલ એનર્જીની વિવિધ શ્રેણીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કંપનીના શેર્સ બોમ્બે સ્ટોક એક્સચેન્જના મુખ્ય બોર્ડ પર ”XT” ગ્રુપ સિક્યોરિટીઝની યાદીમાં લિસ્ટેડ છે અને ડિલિંગ્સ માટે એડમિટ કરાયા છે. કંપનીની શેર કેપિટલમાં રૂ. 10ના ફેસ વેલ્યુના 1,09,30,800 ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે જે પ્રત્યેક ફૂલ્લી પેઈડ અપ છે.
હિલ્ટોન સોફ્ટવેર એન્ડ ગેસીસ લિમિટેડ એ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ મેડિકલ ગેસીસના ઉત્પાદન અને પુરવઠામાં અગ્રણી કંપની છે. વર્ષ 1993માં એની સ્થાપના થઈ હતી. જેમાં નાઈટ્રસ ઓક્સાઈડ – બલ્ક ‘A’ ટાઈપ, ઓક્સિજન/ નાઈટ્રોજન/ Co2/ D.A, હિલિયમ વગેરેનો સમાવેશ છે. કંપનીનો પ્લાન્ટ ગુજરાત રાજ્યાના અમદાવાદ શહેરના સાંતેજ પાસે આવેલો છે. કંપની ઘણી પ્રતિષ્ઠિત હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓ જેવી કે S.A.L હોસ્પિટલ એન્ડ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, ક્રિષ્ના હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને અન્ય ઘણી હોસ્પિટલ્સને મેડિકલ ગેસ સપ્લાય કરે છે.
હિલ્ટોન સોફ્ટવેર એન્ડ ગેસીસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિકેત શાહે જણાવ્યું હતું કે, “અમે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ થવાથી ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છીએ. અમારો ધ્યેય ઈન્નોવેટિવ, અફોર્ડેબલ ગ્રીન એનર્જી અને એનર્જી એફિશિયન્ટ સોલ્યુશન્સના લીડિંગ પ્રોવાઈડર બનવાના છીએ. અમને વિશ્વાસ છે કે અમે અમારી ગ્રોથ સ્ટ્રેટેજી એ રીતે અમલમાં મૂકી શકીશું કે જે તમામ સ્ટેકહોલ્ડર્સને માટે ફાયદારૂપ અને નફારૂપ રહે.”
હિલ્ટોન સોફ્ટવેર એન્ડ ગેસીસ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી હિતલ શાહે જણાવ્યું હતું કે, હિલટોન સોફ્ટવેર એન્ડ ગેસીસ લિમિટેડે તેના ઈન્ડસ્ટ્રિયલ અને મેડિકલ ગેસના મુખ્ય વ્યવસાય ઉપરાંત સોફ્ટવેર ઈન્ટિગ્રેશન, કન્સલ્ટિંગ અને લાઇસન્સિંગમાં વિશેષતા ધરાવતા ડિવિઝન્સનો વિકાસ કર્યો છે. કંપનીએ એનર્જી સેવિંગ ડિવાઈસિસના ઉત્પાદન માટે સમર્પિત ઉત્પાદન સુવિધા સ્થાપવાની યોજના પણ શરૂ કરી છે. કંપની સૌર ઉર્જા ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરીને ઇકો-સોલ્યુશન સેક્ટરમાં પ્રવેશવાની વ્યૂહાત્મક યોજના ધરાવે છે. આ વ્યૂહાત્મક પગલું સસ્ટેનેબલ પ્રેક્ટિસ અને ઈન્નોવેટિવ એનર્જી સોલ્યુશન્સ પ્રત્યેના અમારા સમર્પણને રેખાંકિત કરે છે.
ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ગેસીસ માર્કેટ” અનુસાર 2023માં ભારતના ઈન્ડસ્ટ્રિયલ ગેસ માર્કેટની વેલ્યૂ 3.3 બિલિયન યુએસ ડોલરની હતી. આગળ ભવિષ્યનું પ્રિડિક્શન કરીએ તો, IMARC ગ્રુપ અપેક્ષા રાખે છે કે 2032 સુધીમાં માર્કેટ 6.5 બિલિયન યુ.એસ. ડોલર સુધી પહોંચશે, જે સ્પષ્ટપણે 2024-2032 દરમિયાન 7.5%નો ગ્રોથ રેટ (CAGR) દર્શાવે છે. સ્ટીલ મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, હેલ્થકેર વગેરે જેવા વિવિધ ઉદ્યોગોમાં ઈન્ડસ્ટ્રિયલ ગેસનો ઉપયોગ સતત વધી રહ્યો છે. કારણ કે તેઓ પ્રક્રિયાઓને ઓપ્ટિમાઇઝ કરવા, કાર્યક્ષમતામાં સુધારો કરવા, કામગીરીને સુવ્યવસ્થિત કરવા, ખર્ચ ઘટાડવામાં અને એકંદર ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે, જે મુખ્યત્વે ઈન્ડિયન માર્કેટમાં ઈન્ડસ્ટ્રિયલ ગેસીસને આગળ ધપાવે છે.
FY 2023-24 માટે, કંપનીએ 50 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો અને ઓપરેશન્સમાંથી રૂ. 7.32 કરોડની આવક કરી હતી.