રાજસ્થાન અને મધ્યપ્રદેશ બાદ હિમાચલમાં ૧૦૦૦ પક્ષીઓના મોત
નવીદિલ્હી, દુનિયાભરમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો પ્રકોપ જારી છે દેશમાં કોરોના સંકટ વચ્ચે બર્ડ ફલુનો નવો ખતરો ઉભો થયો છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બાદ હવે હિમાચલમાં ૧૦૦૦થી વધુ પક્ષીઓના મોત નિપજયા છે ચિંતાની વાત એ છે કે આ હવે વધુ તેજી ગતિથી ફેલાઇ રહ્યું છે.કેટલાક પક્ષીઓના નમુના લઇ મધ્યપ્રદેશના ભોપાલની એક પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.
રાજસ્થાનના ઝાલાવાડ જીલ્લામાં બર્ડ ફલુની પુષ્ટી બાદ પહેલીવાર કોટા અને પાલીમાં પણ કાગડાના મોત થયા હવે આ પાંચ જિલ્લામાં ફેલાઇ ચુકયો છે શનિવારે બારામાં ૧૯,ઝાલાવાડમાં ૧૫ અનો કોટાના રામગંજમંડીમાં ૨૨ વધુ કાગડાના મોત થયા છે કોટા તાલુકામાં આજ ત્રણ જીલ્લામાં અત્યાર સુધી ૧૭૭ કાગડાના મોત થયા છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં પણ ૧૩ વધુ કાંગડાના મોત થયા છે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશ બાદ હિમાચલ પ્રદેશના અભ્યારણમાં એક અઠવાડીયામાં એક હજારથી વધુ પ્રવાસીી પક્ષી મૃત્યુ પામ્યા છે પાગ જેમ અભયારણ્યમાં દર વર્ષે ઓકટોબરથી માર્ચ સુુધી રશિયા સાઇબેરિયા મધ્ય એશિયા ચીન તિબેટ વગેરે દેશોથી વિવિધ પ્રજાતિઓના રંંગબેરંગી પક્ષી લાંબી ઉડાન ભરી અહીં પહોંચે છે અને પર્યટકોને આકર્ષિત કરે છએ
હવે આ પક્ષીઓના અચાનક મોત થઇ રહ્યાં છે વન્યપ્રાણી વિભાગે બર્ડ ફલુની આશંકાને કારણે જીલાધીશ કાંગડાને માહિતગાર કરી ઝીલમાં તમામ પ્રકારની ગતિવિધિઓ પર રોક લગાવી દીધી છે.બારા જીલ્લામાં એક કિંગ ફિશર અને મેગપાઇનું મોત પણ થયું છે આ ઉપરાંત પાલીના સુમેરપુરમાં પણ અલગ અલગ જગ્યાએ આઠ કાગડાના મોત થયા છે.જાેધપુરમાં અત્યાર સુધી સૌથી વધુ ૧૧૫૨ કાંગડાના મોત થયા છે કોટા તાલુકામાં બર્ફ ફલુના કારણે લોકોમાં ભય ફેલાયો છે.