હિમાચલમાં ભારે વરસાદ બાદ ૩૮ રસ્તા બંધ કરાયા
રાજ્યના કેટલાક ભાગોમાં સતત વરસાદ ચાલુ છે, શનિવાર સાંજથી કસૌલીમાં સૌથી વધુ ૫૩ મીમી વરસાદ નોંધાયો છે
હિમાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં સતત વરસાદ બાદ ૩૮ રસ્તાઓ બંધ થઈ ગયા છે જ્યારે ૧૧ પાવર પ્રોજેક્ટ પણ અટકી પડ્યા છે. હવે હવામાન વિભાગે ફરી એકવાર ૬ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આપને જણાવી દઈએ કે ધરમપુરમાં ૨૬ મીમી, રેણુકામાં ૨૦, ચંબામાં ૧૧, કારસોગમાં ૧૦, કલ્પામાં ૮.૫, નાહનમાં ૭.૯, સરાહનમાં ૬ અને ધર્મશાલા અને કાંગડામાં ૫.૮ મીમી વરસાદ નોંધાયો છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ રાજ્યમાં ૩૮ રસ્તાઓ બંધ થઈ ગયા છે જ્યારે ૧૧ પાવર સપ્લાય પ્રોજેક્ટ પણ ખોરવાઈ ગયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (જીઈર્ંઝ્ર) એ રવિવારે જણાવ્યું કે હિમાચલ પ્રદેશમાં વરસાદ બાદ ત્રણ ડઝનથી વધુ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.બુધવારે, સ્થાનિક હવામાન વિભાગે રાજ્યના છ જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ વાવાઝોડા અને વીજળીના ચમકારાની ‘પીળી’ ચેતવણી જારી કરી હતી, જેના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.
હવામાન વિભાગે પણ રાજ્યમાં ૨૧ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે.ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, રાજ્યના કેટલાક ભાગોમાં સતત વરસાદ ચાલુ છે, શનિવાર સાંજથી કસૌલીમાં સૌથી વધુ ૫૩ મીમી વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન ધરમપુરમાં ૨૬ મીમી, રેણુકામાં ૨૦, ચંબામાં ૧૧, કારસોગમાં ૧૦, કલ્પામાં ૮.૫, નાહનમાં ૭.૯, સરાહનમાં ૬ અને ધરમશાલા અને કાંગડામાં ૫.૮ મીમી વરસાદ નોંધાયો છે.જીઈર્ંઝ્ર અનુસાર, કાંગડામાં મહત્તમ ૧૦ રસ્તાઓ બંધ છે,
ત્યારબાદ શિમલા અને મંડીમાં આઠ-આઠ, લાહૌલ અને સ્પીતિમાં પાંચ, કુલ્લુ અને કિન્નૌરમાં ત્રણ-ત્રણ અને સિરમૌરમાં એક. વર્તમાન ચોમાસાની મોસમ દરમિયાન, ૧ જૂનથી ૧૫ સપ્ટેમ્બર સુધી વરસાદની ખાધ ૧૮ ટકા છે, રાજ્યમાં સરેરાશ ૬૮૯.૬ મીમીની સામે ૫૬૨.૯ મીમી વરસાદ નોંધાયો છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ૨૭ જૂને ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી રવિવાર સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૭૧ લોકોના મોત થયા છે, જ્યારે ૩૦ હજુ પણ લાપતા છે.
તેમણે કહ્યું કે રાજ્યને ૧,૩૨૭ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. લાહૌલ અને સ્પીતિમાં કુકુમસેરી લઘુત્તમ તાપમાન ૭.૮ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ હતું, જ્યારે ઉના મહત્તમ તાપમાન ૩૩.૮ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ સ્થળ હતું.