Western Times News

Gujarati News

હિમાચલ પ્રદેશ: શિમલામાં વધુ ત્રણ લોકોનાં મોત

ભારે વરસાદ-ભૂસ્ખલન બાદ મૃત્યુઆંક ૫૯એ પહોંચ્યો

૨૮ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું કતલખાનું પણ ધ્વસ્ત થયું છે, ત્યારે અહીં પૂરજાેશમાં બચાવ અને રાહતકાર્ય ચાલી રહ્યાં છે

શિમલા,હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ અહીં ઠેર ઠેર પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ છે. ત્યારે મંગળવારે અહીં મૃત્યુઆંક ૫૯ને પાર પહોંચ્યો હતો. વાદળ ફાટવાના કારણે પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક લોકો હજુ કાટમાળ નીચે દટાયેલા છે. રાજ્યમાં વાદળ ફાટવાના કારણે મંડી અને શિમલા જિલ્લામાં સૌથી વધુ ૨૩ અને ૧૯ મોત થયા છે. તો રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન શિમલાના સમર હિલ વિસ્તારમાંથી વધુ ત્રણ ડેડબોડી મળી આવી છે. ત્રણ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ આવેલા પૂર અને ભૂસ્ખલનમાં મંગળવારે મૃત્યુઆંક ૫૯એ પહોંચ્યો છે. Himachal Pradesh: Three more people died in Shimla

અનેક લોકો હજુ કાટમાળ નીચે ફસાયેલા છે. મંડી અને શિમલામાં સ્થિતિ વણસી છે. અનેક રસ્તાઓ બંધ છે. તો આ પહેલાં ભૂસ્ખલન આવતા શિવ બાવડી મંદિર તબાહ થયુ હતુ અને અનેક લોકો તેની નીચે દટાયા હતા. જે બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ૧૨ ડેડબોડી બહાર કાઢવામાં આવી હતી. શિમલા અને અન્ય જગ્યાઓએ ભૂસ્ખલન થઈ રહ્યાં છે અને પરિસ્થિતિ વણસેલી છે.

મંગળવારે વધુ એક ભૂસ્ખલન ક્રિષ્ના નગરમાં થયું હતું. આ વિસ્તારમાં આવેલું મ્યુનિસિપલ કોર્પોરેશનનું કતલખાનું ધ્વસ્ત થયું હતું. આસપાસના કેટલાંક મકાનો પણ ધરાશાયી થયા હતા અને કેટલાંક લોકો દટાયા હતા. એ પછી બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને બે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. રવિવારથી અહીં સતત ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે નદીઓમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં પણ વધારો થયો છે.

NDRF,SDRF સ્ટેટ પોલીસ,ITBP અને Army દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને રાત્રે બચાવકાર્યમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે કેટલાંક વિસ્તારોમાં વીજળી પણ નથી. તો બુધવારે પણ આખા રાજ્યમાં સ્કૂલો અને કોલેજાે બંધ રાખવામા આવી હતી. આ ચોમાસામાં હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની વિવિધ ૧૭૦ ઘટનાઓ બની ચૂકી છે.

આ સ્થિતિમાં હિમાચલ પ્રદેશમાં લગભગ ૯૬૦૦ મકાનો ભારે નુકસાન પહોંચ્યું છે. સોલન, શિમલા, મંડી, હમીરપુર અને કાંગરામાં સૌથી વધુ નુકસાન થયું છે. તો ડેમમાંથી અચાનક પાણી છોડવામાં આવતા ૫૦૦થી પણ વધુ લોકો ફસાયા હતા. મંડી અને બલદ્વારામાં પાંચ મકાનો ધરાશાયી છે. ૪૦૦ જેટલાં રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.