Western Times News

Gujarati News

વાયુ પ્રદૂષણ ઘટાડીને હિમાલયના ગ્લેશિયરને બચાવી શકાય છે

નવી દિલ્હી, એક રિસર્ચમાં થયેલા ખુલાસા અનુસાર જાે વાયુ પ્રદૂષણને ઘટાડીને કોરોના રોગચાળાના સ્તર પર લાવવામાં આવે તો તેનાથી હિમાલયના ગ્લેશિયર બચી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે હિમાલયના ગ્લેશિયર આ સદીના અંત સુધી ખતમ થઈ જશે. એક આંતરરાષ્ટ્રીય સંશોધન ટીમે આ દાવો કર્યો છે.

આ ટીમમાં ભારત, જર્મની અને બ્રિટનના વૈજ્ઞાનિક છે. સંશોધનમાં માલૂમ થયું છે કે વર્ષ ૨૦૨૦માં જ્યારે કોરોના લોકડાઉન થયું હતું ત્યારે હવા એકદમ સાફ હતી અને તે સમયે હિમાલયના ગ્લેશિયર ઘણા ઓછા પ્રમાણમાં ઓગળ્યા હતા.

સંશોધનમાં માલૂમ થયું છે કે કોરોના લોકડાઉન દરમિયાન ગ્લેશિયર પ્રત્યેક દિવસ ૦.૫ થી ૧.૫ મિલિમિટર ઓછા ઓગળ્યા હતા.

હિમાલયના ગ્લેશિયર ઝડપથી ઓગળતા અને બરફનો જથ્થો ઓછો થવાને કારણે એશિયાના અબજાે લોકો માટે પાણીનું સંકટ પેદા થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જાે વાયુ પ્રદુષણ ઓછું થઈને કોરોના લોકડાઉનના સમયે હતું ત્યાં આવી જાય તો તેના કારણે ગ્લેશિયર ઓગળવાની ઝડપ અડધી થઈ શકે છે.

સાયન્સ જનરલ એટમોસફેરી કેમેસ્ટ્રી એન્ડ ફિઝિક્સમાં આ સંશોધન પ્રકાશિત થયું છે. અભ્યાસ અનુસાર અક્ષય ઊર્જાના સ્ત્રોતો પર ર્નિભરતાને વધારી અને પરિવહનમાં ઓછો કાર્બન ઉત્સર્જન કરીને મહત્વના સકારાત્મક ફેરફાર લાવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે હિન્દુકુશ હિમાલય અને તિબેટના પહાડ ઉપરાંત મધ્ય એશિયામાં સૌથી વધારે સ્નો કવરવાળા ક્ષેત્ર છે. આ સ્નો કવરમાંથી જ પાણી ઓગળીને ભારત અને ચીનની નદીઓમાં વહે છે. જેનાથી ખેતી થાય છે, વીજળી બને છે અને દેશોની અર્થવ્યવસ્થા ચાલે છે.

જે ઝડપથી અત્યારે ગ્લેશિયર ઓગળી રહ્યા છે તેને જાેતા તે ૨૧મી સદીના અંત સુધી સમગ્ર ગ્લેશિયર ઓગળી જવાનું જાેખમ સર્જાયું છે.

કોરોના લોકડાઉન દરમિયાન લોકો ઘરોની અંદર રહ્યા હતા જેને કારણે વાહન વ્યવહાર ઓછો થયો હતો. આ ઉપરાંત ઉદ્યોગોમાંથી કાર્બન ઉત્સર્જન પણ ઘટી ગયું હતું જેને કારણે વાયુ પ્રદુષણ માં જબરદસ્ત ઘટાડો જાેવા મળ્યો હતો અને ગ્રીનહાઉસ ગેસોમાં પણ ઘટાડો થયો હતો.

સેટેલાઈટના માધ્યમથી લેવામાં આવેલ તસવીરોથી જાણ થાય છે કે લોકડાઉન દરમિયાન પહાડો પર જામેલો બરફ એકદમ ચોખ્ખો હતો. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.