હિમાની મર્ડર કેસઃ મિત્ર એ જ ગળું દબાવી હત્યા કરી હોવાનો ખુલાસો

ચંડીગઢ, હરિયાણામાં કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલ હત્યા કેસમાં પોલીસે હત્યારા ‘મિત્ર’ સચિનની ધરપકડ કર્યા બાદ ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા.
સચિને રોહતકમાં રહેતી હિમાની સાથે ઝઘડો કર્યા પછી મોબાઇલ ચાર્જર કેબલથી ગળું દબાવીને હત્યા કર્યા બાદ તેના મૃતદેહને સુટકેસમાં પેક કરીને ફેંકી દીધો હતો. ગત શનિવારે હિમાનીની મૃતદેહ મળ્યા બાદ તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી.
સોમવારે સચિનની ધરપકડ બાદ રોહતકની કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાંથી તેને ૩ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલાયો હતો.કેસની વિગતો આપતાં એડિશનલ ડીજીપી કે કે રાવે જણાવ્યું હતું કે, ઝજ્જર જિલ્લામાં રહેતા અને મોબાઇલ ફોનની દુકાન ચલાવતા સચિનની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી. મૃતદેહ મળ્યા બાદ અમે આઠ ટીમો બનાવી હતી અને ગુપ્ત માહિતીના આધારે સચિનને દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી. સચિન એક પરિણીત પુરુષ છે જેનો કોઈ રાજકીય સંબંધ નહોતો.
છેલ્લા દોઢ વર્ષથી આરોપી સોશિયલ મીડિયા દ્વારા મહિલાના સંપર્કમાં હતો અને તેના ઘરે પણ આવતો હતો. મહિલા વિજય નગરમાં એકલી રહેતી હતી. ૨૭ ફેબ્›આરીના રોજ આરોપી તેના ઘરે આવ્યો અને તેમની વચ્ચે પૈસાને લઈને ઝઘડો થયો હતો. બંને વચ્ચે પૈસાનો વિવાદ હતો, પરંતુ તે શું હતું, આ બધું પહેલા ચકાસવું પડશે.
આપણે એમ કહી શકતા નથી કે આ હત્યાનું કારણ હતું.રાવે ઉમેર્યું હતું કે, હિમાનીની હત્યા બાદ સચિન તેના ઘરેણાં, લેપટોપ, વીંટી લઈને તેના સ્કૂટર પર ઝજ્જર ગયો અને ત્યાંની દુકાનમાં આ વસ્તુઓ છુપાવી દીધી હતી. તે જ રાત્રે તે તેના ઘરે પાછો ફર્યાે હતો અને હિમાનીના મૃતદેહને કાળા સુટકેસમાં પેક કરીને તેની સાથે લોહીના ડાઘવાળી રજાઈ સાથે રિક્ષામાં બેઠો હતો. પકડાઈ ન જાય તે માટે સચિન સાંપ્લા બસ સ્ટેન્ડ પાસે ઉતર્યાે હતો અને ઓટો-રિક્ષા નીકળી ગયા પછી સુટકેસ ફેંકીને નીકળી ગયો હતો.SS1MS